નવી દિલ્હી: ભારતીય શેરબજારે ગઈકાલે તેજી બાદ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આજે ફરી તેજી જોવા મળી હતી. ગઈકાલે આવેલા ભારતમાં છૂટક ફુગાવાના આંકડાએ આજે બજારને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત યુએસ ફેડ દ્વારા ભાવિ વ્યાજ દરો અંગે નરમ વલણના સંકેતે પણ આજે એશિયન અને યુરોપિયન બજારોમાં તેજી જોવા મળી હતી
આજે મંગળવારે BSE સેન્સેક્સ 248.84 પોઈન્ટ (0.40 ટકા)ના વધારા સાથે 61,872.99 પર બંધ થયો હતો. નિફ્ટી 74.20 પોઈન્ટ (0.40 ટકા)ના વધારા સાથે 18403.40 પર બંધ થયો છે. બેન્ક નિફ્ટી 295.90 પોઈન્ટ (0.70 ટકા) ઉછળીને 42,372.70 પર બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીએ આજે 42,450.05ની નવી ઊંચી સપાટી બનાવી છે.
આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ શેરોમાંથી 907માં વધારો જોવા મળ્યો હતો જ્યારે 1102 શેરો લાલ નિશાન પર બંધ થયા હતા. કોલ ઈન્ડિયાના શેરમાં આજે 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તે નિફ્ટી 50 ના ટોપ લુઝર શેરોની યાદીમાં ટોચ પર છે.
આજના કારોબારના અંતે BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 248.84 પોઈન્ટ અથવા 0.40 ટકાના વધારા સાથે 61,872.99 પર બંધ થયો. બીજી તરફ NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 18,403.40 ના સ્તર પર બંધ થયો છે અને તે 74.25 પોઈન્ટની સાથે 0.41 ટકાના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.
બેંક નિફ્ટી રેકોર્ડ હાઈ પર
આજના કારોબારમાં બેન્ક નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને તે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે આવ્યો હતો. કારોબારના અંતે બેંક નિફ્ટી 295.95 પોઈન્ટ અથવા 0.70 ટકાના વધારા સાથે 42,372.70 ના સ્તર પર બંધ થયો હતો.
આજના તેજી જોવા મળેલા સેક્ટર
આજના કારોબારમાં FMCG, મીડિયા અને રિયલ્ટી સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં સૌથી વધુ 0.73 ટકાનો ઉછાળો નોંધાયો છે અને નિફ્ટી બેન્ક 0.70 ટકાની મજબૂતી સાથે બંધ થયો છે.
સેન્સેક્સ અને નિફ્ટી શેર
આજે સેન્સેક્સના 30માંથી 21 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને 9 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ નિફ્ટીના 50માંથી 36 શેર મજબૂતી સાથે બંધ થયા છે, જ્યારે 14 શેરો લાલ નિશાન સાથે બંધ થયા છે.