Stock Market Closing On 01 november 2023: આજે ફરી માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી છે. મહિનાની શરુઆતમાં જ માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું છે. નિફ્ટી બેંક વીકલી એક્સપાયરી પર માર્કેટમાં દબાણ હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી નુકસાન સાથે બંધ થયા છે. મેટલ, આઈટી, પીએસઈ શેર્સમાં વેચવાલી થઈ હતી જ્યારે ઓટો, એનર્જી, એફએમસીજી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા શેર્સમાં ખરીદી હતી. મિડકેપ શેર્સમાં દબાણ હતું જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો.અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને એશિયન પેઈન્ટ્સ નિફ્ટીના ટોપ લૂઝર હતા. સન ફાર્મા, બીપીસીએલ, એચડીએફસી લાઇફ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા.


 






નવેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડા સાથે બંધ થયું હતું. બેન્કિંગ, આઈટી અને ઓટો શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું જેના કારણે બજાર ઘટ્યું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 284 પોઈન્ટના ઘટાડા સાથે 63,591 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 91 પોઈન્ટના ઘટાડા સાથે 18,989 પર બંધ થયો હતો.


સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, મીડિયા, રિયલ એસ્ટેટ, ફાર્મા, પીએસયુ બેંક સંબંધિત સૂચકાંકો વધારા સાથે બંધ થયા છે. આજના ટ્રેડિંગમાં મિડ કેપ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો હતો જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેર ઉછાળા સાથે અને 23 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 11 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 39 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.


અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને એશિયન પેઈન્ટ્સ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા. સન ફાર્મા, બીપીસીએલ, એચડીએફસી લાઇફ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા.


હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે કેપિટલ ગુડ્સ, ઓટો, મેટલ, આઈટી અને પાવર ઈન્ડેક્સમાં 0.5-1.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યાં BSE મિડકેપ ઇન્ડેક્સ 0.4 ટકા ઘટ્યો હતો જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 283.60 પોઈન્ટ્સ અથવા 0.44 ટકાના ઘટાડા સાથે 63,591.33 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 87.65 પોઈન્ટ અથવા 0.46 ટકાના ઘટાડા સાથે 18991.95 ના સ્તર પર બંધ થયો હતો.


સેન્સેક્સ વ્યૂ




ટોપ ગેઈનર્સ




ટોપ લૂઝર્સ