Stock Market Closing On 10 november 2023: 3 દિવસના કંન્સોલિડેશન પછી બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. મેટલ, પીએસઈ, ઈન્ફ્રા, રિયલ્ટી ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. ઓટો, આઈટી શેર દબાણ હેઠળ રહ્યા હતા.
સેન્સેક્સ 72.48 પોઈન્ટ અથવા 0.11 ટકાના વધારા સાથે 64,904.68 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સેન્સેક્સ 47.40 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 19,442.70 ના સ્તર પર બંધ થયો હતો.દિવાળીના મુહૂર્તના એક દિવસ પહેલા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. ધનતેરસ નિમિત્તે સવારથી જ બજારમાં વધઘટ જોવા મળી રહી હતી. પરંતુ દિવસના કામકાજના અંત પહેલા મની કરન્સી પર રોકાણકારો દ્વારા ખરીદીને કારણે બજારે ફરી ગતિ પકડી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 72 પોઈન્ટના ઉછાળા સાથે 64,904 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 30 પોઈન્ટના ઉછાળા સાથે 19,425 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કોમોડિટી, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે આઈ, ઓટો, મીડિયા હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના સેશનમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીના બંને ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાં 30 શેરો ઉછાળા સાથે અને 20 ઘટાડા સાથે બંધ થયા હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ સત્ર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 64,904.68 | 65,014.06 | 64,580.95 | 0.11% |
BSE SmallCap | 38,378.76 | 38,406.22 | 38,170.43 | 0.38% |
India VIX | 11.11 | 11.36 | 9.86 | 1.14% |
NIFTY Midcap 100 | 40,733.05 | 40,778.10 | 40,297.25 | 0.48% |
NIFTY Smallcap 100 | 13,365.20 | 13,382.75 | 13,250.85 | 0.47% |
NIfty smallcap 50 | 6,228.30 | 6,239.20 | 6,170.60 | 0.51% |
Nifty 100 | 19,444.80 | 19,468.75 | 19,344.90 | 0.16% |
Nifty 200 | 10,457.55 | 10,469.40 | 10,395.40 | 0.21% |
Nifty 50 | 19,425.35 | 19,451.30 | 19,329.45 | 0.15% |
ધનતેરસ પર રોકાણકારો થયા માલામાલ
ધનતેરસના અવસર પર શેરબજારમાં ખરીદીને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 320.31 લાખ કરોડ થઈ છે, જે અગાઉના સત્રમાં રૂ. 319.74 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 57,000 કરોડનો વધારો થયો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial