Stock Market Closing On 12 january 2024: ભારતીય શેરબજારમાં શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, આનો શ્રેય આઈટી શેરોને જાય છે જેમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આઈટી શેરોમાં ભારે ખરીદીના કારણે નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ લગભગ 1800 પોઈન્ટના ઉછાળા સાથે 35,522.50ની એક વર્ષની ટોચે પહોંચી ગયો હતો. બીએસઈનો આઈટી ઈન્ડેક્સ પણ 1800 પોઈન્ટ અથવા લગભગ 5 ટકાના ઉછાળા સાથે 37,163 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો. 

 

બજારમાં સારી ખરીદી જોવા મળી હતી. નિફ્ટી લગભગ 260.80 પોઈન્ટના ઉછાળા સાથે 21,908.00 પર બંધ થયો હતો જ્યારે સેન્સેક્સ પણ લગભગ 847.27 પોઈન્ટ વધીને 72658 પર બંધ થયો હતો. આ દરમિયાન, ટીસીએસ અને ઈન્ફોસિસના અપેક્ષિત પરિણામો કરતાં વધુ સારા પરિણામને કારણે આઈટી સેક્ટરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ઈન્ફોસિસ 7%ના ઉછાળા સાથે નિફ્ટીમાં ટોપ ગેઈનર બન્યો. TCS, વિપ્રો, ટેક મહિન્દ્રા પણ લગભગ 4% વધ્યા.

આજે બજાર નવી ઊંચાઈએ બંધ થયું હતું. સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી હતી જ્યારે આઈટી ઈન્ડેક્સમાં 42 મહિનામાં સૌથી મોટી ઈન્ટ્રાડે તેજી જોવા મળી હતી. રિયલ્ટી અને પીએસયુ બેન્કોને લગતા શેર્સમાં વધારો જોવા મળ્યો હતો. ઈન્ફોસિસ, ONGC, ટેક મહિન્દ્રા, LTIMindtree અને TCS નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. સિપ્લા, એપોલો હોસ્પિટલ્સ, HDFC લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વ નિફ્ટીના ટોપ લૂઝર હતા.

ઓટો અને હેલ્થકેર સિવાય તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. આઈટી ઈન્ડેક્સ આજે 5 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે બંધ થયા છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 847.27 પોઈન્ટ અથવા 1.18 ટકાના વધારા સાથે 72,568.45 પર બંધ થયો હતો. નિફ્ટી 247.35 પોઈન્ટ અથવા 1.14 ટકાના વધારા સાથે 21894.55 પર બંધ થયો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 72,568.45 72,720.96 71,982.29 1.18%
BSE SmallCap 44,503.70 44,644.04 44,472.97 0.41%
India VIX 13.10 13.29 12.42 2.60%
NIFTY Midcap 100 47,512.60 47,595.40 47,363.65 0.37%
NIFTY Smallcap 100 15,544.65 15,609.70 15,526.90 0.44%
NIfty smallcap 50 7,369.65 7,406.05 7,332.55 0.81%
Nifty 100 22,159.25 22,192.75 22,003.15 0.99%
Nifty 200 11,960.85 11,978.55 11,885.75 0.89%
Nifty 50 21,894.55 21,928.25 21,715.15 1.14%

માર્કેટ કેપમાં રૂ. 3 લાખ કરોડનો ઉછાળો
શેરબજારમાં આવેલી જોરદાર તેજીને કારણે બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ માર્કેટ ઈન્ડેક્સની જેમ જ વિક્રમી ઊંચાઈએ પહોંચી ગઈ છે. આજના વેપારમાં લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 370.44 લાખ કરોડ હતું જે અગાઉના સત્રમાં રૂ. 370.48 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.