Stock Market Closing On 19th December: સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો છે. ગત સપ્તાહના છેલ્લા બે દિવસમાં વળાંક જોયા બાદ આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. અને આજે ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 468 પોઈન્ટ એટલે કે 0.76 ટકાના વધારા સાથે 61,835 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 151 પોઈન્ટ એટલે કે 0.83 ટકાના વધારા સાથે 18,420 પોઈન્ટ પર બંધ થયો હતો.

ઇન્ડેક્સનું નામબંધ સ્તરહાઈલોકેટલા ટકા ફેરફાર
BSE Sensex61,806.1961,844.9261,265.310.0076
BSE SmallCap29,602.0329,656.7129,482.650.0029
India VIX13.5514.4913.5-3.68%
NIFTY Midcap 10032,186.8532,207.9531,843.250.0055
NIFTY Smallcap 10010,064.0010,097.1010,009.750.0046
NIfty smallcap 504,475.154,498.404,455.400.0036
Nifty 10018,604.5018,616.4518,419.450.0086
Nifty 2009,738.459,744.309,641.850.0082
Nifty 5018,420.4518,431.6518,244.550.0083

મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ

બજારમાં આજે આઈટી અને સરકારી બેંકોને બાદ કરતા તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી 0.45 ટકા, નિફ્ટી ઓટો 1.59 ટકા, નિફ્ટી ફાર્મા 0.08 ટકા, નિફ્ટી એફએમસીજી 1.46 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફ્રા, મેટલ્સ, એનર્જી, મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરમાં પણ તેજી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા છે.

શેરમાં મુવમેન્ટ

શેરની મુવમેન્ટ પર નજર કરીએ તો સૌથી વધુ ફાયદો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો છે. M&M 2.97 ટકા, પાવર ગ્રીડ 2.65 ટકા, ભારતી એરટેલ 2.31 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.

 

માર્કેટ કેપમાં ઉછાળો

શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 287.89 લાખ કરોડ છે, જે અગાઉના બંધમાં રૂ. 285.66 લાખ કરોડ હતું. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.23 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.