Stock Market Closing On 21 September 2023: ફેડરલ રિઝર્વના કડક સંકેતોને કારણે બજારમાં સતત બીજા દિવસે મજબૂત વેચવાલી જોવા મળી હતી. ICICI બેન્ક, TCS અને ITC જેવી દિગ્ગજ કંપનીઓએ સૌથી વધુ દબાણ સર્જ્યુ હતું. એક્સપાયરીના દિવસે નિફ્ટી 19800ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ કમજોરી જોવા મળી હતી, જ્યારે મિડકેપ ફ્લેટ ટ્રેડ થયો હતો. આઇટી અને એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું.
ખરાબ વૈશ્વિક સંકેતોએ બજારનો મૂડ બગાડ્યો અને બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. ઓટો, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા, પીએસઈ, એનર્જી ઈન્ડેક્સ ઘટાડા પર બંધ થયા. મેટલ, એફએમસીજી, આઈટી શેર દબાણ હેઠળ રહ્યા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 570.60 પોઈન્ટ્સ અથવા 0.85 ટકાના ઘટાડા સાથે 66,230.24 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 159.05 પોઈન્ટ અથવા 0.80 ટકાના ઘટાડા સાથે 19742.35 ના સ્તર પર બંધ થયો હતો.
આજે બજાર કયા સ્તરે બંધ થયું?
આજે બજારના બંધ સમયે BSE સેન્સેક્સે 570.60 પોઈન્ટ્સ અથવા 0.85 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે, જે 66,230 ના સ્તર પર બંધ થયો છે. આ સિવાય NSE નો નિફ્ટી 159.05 પોઈન્ટ અથવા 0.80 ટકાના ઘટાડા સાથે 19,742 ના સ્તર પર બંધ થયો હતો.
બેન્ક નિફ્ટી 760 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો
બેંક નિફ્ટી આજે 760.75 પોઈન્ટ અથવા 1.68 ટકાના ઘટાડા સાથે 44,623.85 ના સ્તર પર બંધ થયો હતો. બેન્કિંગ શેર્સમાં ઘટાડાથી શેરબજારને નીચે ખેંચવામાં મદદ મળી. આ સિવાય ઓટો અને ફાર્મા શેરોએ પણ બજારના ઘટાડામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સેન્સેક્સના શેરની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 6 શેરો ઉછાળા સાથે બંધ થયા અને તેના 24 શેરો મોટા ઘટાડા સાથે બંધ થયા. સૌથી મોટા ઘટડાવાળા શેરોમાં, M&Mએ 3.08 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. ICICI બેન્ક 2.81 ટકાના ઘટાડા સાથે અને SBI 2.12 ટકાના ઘટાડા સાથે બંધ થયા. ઇન્ડસઇન્ડ બેન્કમાં 2.02 ટકાની નબળાઈ જોવા મળી અને કોટક મહિન્દ્રા બેન્ક 1.89 ટકા ઘટીને બંધ થયો.
રોકાણકારોને 5.80 લાખ કરોડથી વધુનું નુકસાન થયું
લગભગ એક અઠવાડિયા પહેલા, શેરબજારે સતત તેજી બતાવીને તેનો 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 2007 પછી શેરબજારમાં આટલો લાંબો ઉછાળો જોવા મળ્યો હતો. જે છેલ્લા ત્રણ દિવસમાં 1600થી વધુ પોઈન્ટ્સ તૂટતા હાહાકાર મચી ગયો છે. જેના કારણે શેરબજારના રોકાણકારોને 5.80 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.
સોમવારે સેન્સેક્સ 242 પોઈન્ટ તૂટ્યો હતો. મંગળવારે બજાર બંધ રહ્યું હતું અને બુધવારે સેન્સેક્સમાં 796 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ગુરુવારે એટલે કે આજે સેન્સેક્સમાં 573 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે આ સપ્તાહે કુલ ઘટાડો 1600 પોઈન્ટ પર પહોંચી ગયો છે.
સેન્સેક્સમાં ઉતાર ચઢાવ
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ
ભારત અને કેનેડા વચ્ચે ઉભા થયેલા તણાવની માર્કેટ પર પડી અસર
કેનેડા અને ભારત વચ્ચે વધતા તણાવની અસર તે ભારતીય કંપનીઓ પર પણ દેખાઈ રહી છે જેમાં કેનેડા પેન્શન ફંડના નાણાંનું રોકાણ કરવામાં આવ્યું છે. આમાંથી મોટાભાગના શેરમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ગુરુવારે પણ આવી જ સ્થિતિ હતી. CCPIN ના રોકાણવાળા NYKAA સ્ટોક 2.54%, ICICI બેન્ક લિમિટેડ 2.14%, Indus Towers શેર 1.76%, Kotak Mahindra Bank Stock 1.17%, Zomato શેર 1%, Paytm (One97 Communications Share) 0.88% સહિત અન્ય કંપનીઓના શેરોમાં પણ કડાકો બો લી ગયો છે.