Stock Market Closing On 24 August 2023: ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક હતું. સવારે બજાર જોરદાર lતેજી સાથે ખુલ્યું. સવારના વેપાર દરમિયાન બજારમાં સારી તેજી જોવા મળી હતી. પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ રિટર્ન પ્રોફિટ બુકિંગને કારણે માર્કેટમાં ઘટાડો થયો. સેન્સેક્સ તેની ઊંચી સપાટી પરથી 650 અને નિફ્ટી લગભગ 200 પોઈન્ટ્સથી નીચે સરકી ગયો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 181 પોઈન્ટ ઘટીને 65,252 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 57.30 પોઈન્ટના ઘટાડા સાથે 19,386 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, એફએમસીજી, સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા જ્યારે ઓઈલ એન્ડ ગેસ, ઓટો, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, મેટલ્સ અને ફાર્મા શેરો ઘટીને બંધ રહ્યા હતા. મિડ-કેપ શેરોમાં આજના કારોબારમાં જ્યાં તેજી જોવા મળી જ્યારે સ્મોલ-કેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.
રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
આજના વેપારમાં બજારમાં પ્રોફિટ બુકિંગના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 308.64 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 308.96 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.32,000 કરોડનું નુકસાન થયું છે.
બજારમાં જોવા મળ્યો ઉતાર ચઢાવ
આજના વેપારમાં ઈન્ડસન્ડ બેંક 1.72%, એશિયન પેઈન્ટ 1.68%, ઈન્ફોસિસ 1.19%,અલ્ટ્રાટેક સિમેન્ટ 0.65%, નેસ્લે 0.39%, એક્સિસ બેંક 0.33%, ICICI બેંક 0.28%, HUL 0.24%,બજાજ ફાયનન્સ 0.23 ટકા, ભારતી એરટેલ 0.20 ટકા તેજી સાથે બંધ થયા. જ્યારે રિલાયન્સ 1.76 ટકા, પાવર ગ્રીડ 1.32 ટકા, JSW સ્ટીલ 1.19 ટકા, લાર્સન 1.10 ટકા, HCL ટેક 0.92 ટકા ઘટીને બંધ થયા હતા.
સેન્સેક્સ વ્યૂ
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ
સવારે કેવી હતી શરુઆત
મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી. ગુરુવારે સતત ચોથા દિવસે શેરબજારમાં ખરીદી જોવા મળી. બજારના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થયા હતા. BSE સેન્સેક્સ 250 પોઈન્ટથી વધુની મજબૂતાઈ સાથે 65,700 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.
આજે શેરબજારની શરૂઆતની વાત કરીએ તો BSEનો સેન્સેક્સ 289.21 પોઈન્ટ અથવા 0.44 ટકાના વધારા સાથે 65,722 પર ખુલ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 91.15 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 19,535 ના સ્તર પર ખુલ્યો.આઈટી શેર બજારની મજબૂતાઈમાં મોખરે છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, વિપ્રો સહિતના ઇન્ફોસીસના શેરો ટોચના ગેનર છે. જ્યારે Jio Financial માં આજે પણ લોઅર સર્કિટ લગાવવામાં આવી છે, જેની કિંમત ઘટીને 215 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા ભારતીય બજારો બુધવારે સતત ત્રીજા દિવસે મજબૂતી સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 213 પોઈન્ટના વધારા સાથે 65433 પર બંધ રહ્યો હતો.