Stock Market Closing On 25th August 2022: ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર લીલા રંગના નિશાનમાં ખુલ્યા બાદ ક્લોઝિંગ બેલ સુધીમાં લાલ નિશાન પર બંધ થયું હતું. આ દરમિયાન PSU બેન્કિંગના શેરમાં ફાયદો થયો હતો. સવારે જોવા મળેલી સમાન્ય તેજી બાદ શેર માર્કેટ સતત નેગેટીવ ટ્રેન્ડમાં રહ્યું હતું. સપ્તાહના ચોથા કારોબારી દિવસમાં બજાર સાધારણ વધારા સાથે ખુલ્યું હતું જો કે, સેશન સમાપ્તી દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સમાં 310 પોઇન્ટનો ઘટાટો થયો અને 58,774.72 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82.50 અંકના ઘટાડા સાથે 17522.45 પર બંધ થયો હતો. આમ સેન્સેક્સમાં 0.53 ટકા અને નિફ્ટીમાં 0.47 ટકાનો ઘટાડો થયો હતો.
આજે આ શેર મજબુત થયાઃ
આજના કારોબારમાં BHEL 7.89 ટકા, IDBI 7.10 ટકા , Heritg Food 6.65 ટકા, CUB 6.49 અને Time Techno 9.27 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
આજે આ શેરમાં ઘટાડો થયોઃ
આજના ટ્રેડિંગ સેશનમાં NAVA 10.68 ટકા Aparinds 6.70 ટકા, FORBESCO 5 ટકા, BCG 4.90 ટકા અને WSTCSTPAPR 4.65 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
શેર બજાર જે રીતે સવારે પોતાનો તમામ પોઝિટીવ ટ્રેન્ડ અંત સુધીમાં નેગેટીવ થઈ ગયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી, જે સવારના વેપારમાં દરેક 0.7 ટકા જેટલો વધ્યો હતો, તેણે તેના તમામ લાભ ધોઈ નાખ્યો હતો. બંધ થતા સમયે, બેન્ચમાર્ક સેન્સેક્સ 0.53 ટકા અથવા 310 પોઈન્ટ ઘટીને 58774 પર જ્યારે નિફ્ટી 0.47 ટકા અથવા 82 પોઈન્ટ ઘટીને 17522 પર બંધ થયા હતા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, બજારોએ ફેડરલ રિઝર્વ તરફથી આક્રમક રીતે દરોમાં વધારો કર્યો છે અને આગળ વધ્યા છે. તેમ છતાં, તે માસિક સમાપ્તિ પહેલાં અસ્થિર રહી શકે છે.
શેરબજારમાં આજે સવારની સ્થિતિઃ
શેરબજારમાં આજે સારી શરૂઆત થઈ હતી અને બજાર લીલા રંગમાં તેજી સાથે ખુલવામાં સફળ રહ્યું હતું. શેરબજારની મુવમેન્ટ તેજી રહી છે અને બજારમાં સારી ખરીદી જોવા મળી હતી. આજે બજારની શરૂઆતની વાત કરીએ તો સેન્સેક્સ 230 પોઈન્ટના ઉછાળા સાથે ખુલવામાં સફળ રહ્યો હતું. જો કે ત્યાર બાદ સતત બંને સુચકઆંક લાલ નિશાન પર રહ્યા હતા.