Stock Market Closing On 7 September 2023: આજના વેપારમાં, ભારતીય શેરબજારમાં રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે બજાર આ સપ્તાહે સતત ચોથા સત્રમાં તેજી સાથે બંધ થયું છે. બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદીને કારણે બજારમાં આ તેજી જોવા મળી છે, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ લાઈફ ટાઈમ હાઈ લેવલે પહોંચી ગયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 385 પોઈન્ટના ઉછાળા સાથે 66,265 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 116 પોઈન્ટના ઉછાળા સાથે 19,727 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેક્ટરની સ્થિતિ

આજના કારોબારમાં નિફ્ટી બેંકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી બેન્ક 469 પોઈન્ટ અથવા 0.98 ટકાના વધારા સાથે 55,878 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય ઓટો, આઈટી, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.62 ટકા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. જ્યારે હેલ્થકેર, એફએમસીજી, ફાર્મા સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ફરી મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધીને અને 10 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 31 વધીને અને 19 ઘટીને બંધ રહ્યા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 66,249.43 66,296.90 65,672.34 00:08:04
BSE SmallCap 38,109.33 38,169.65 38,041.04 0.42%
India VIX 10.87 11.03 9.80 1.83%
NIFTY Midcap 100 40,593.90 40,619.15 40,284.10 0.77%
NIFTY Smallcap 100 12,734.15 12,773.35 12,674.90 0.47%
NIfty smallcap 50 5,860.80 5,880.60 5,825.45 0.61%
Nifty 100 19,690.50 19,703.00 19,533.15 0.57%
Nifty 200 10,564.20 10,570.10 10,485.45 0.60%
Nifty 50 19,727.05 19,737.00 19,550.05 0.59%

રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 319.07 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 317.37 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 1.70 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

શેર બજારમાં ઉતાર ચઢાવ

આજના કારોબારમાં લાર્સન 4.06 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.36 ટકા, ટેક મહિન્દ્રા 1.73 ટકા, એચસીએલ ટેક 1.47 ટકા, એક્સિસ બેન્ક 1.40 ટકા, SBI 1.13 ટકા, કોટક મહિન્દ્રા 1.10 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે સન ફાર્મા 0.86 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.70 ટકા, એચયુએલ 0.66 ટકા, ઇન્ફોસિસ 0.65 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

આ પણ વાંચો

Business News: NSE-BSEના ગિફ્ટ સિટી યુનિટ્સ કરવામાં આવશે મર્જ, જાણો ક્યારે આવશે અંતિમ નિર્ણય

Multibagger Stock: ઇન્વેસ્ટર્સને માલમાલ કરતો આ સરકારી શેર છે શ્રેષ્ઠ, માત્ર 6 મહિનામાં ડબલ રકમ

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial