Stock Market Closing, 13th February, 2023: ભારતીય શેરબજાર સામે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. સપ્તાહને પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું. રોકાણકારોની સંપત્તિ ઘટીને 265.70 કરોડ થઈ છે.
સેન્સેક્સમાં કેટલો થયો ઘટાડો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 250.86 પોઇન્ટના ઘટાડા સાથે 60,431.84 અને નિફ્ટી 86.06 અંકના ઘટાડા સાથે 18,689.12 પર બંધ થયા.
શેરબજારમાં કેમ થયો ઘટાડો
રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. અદાણી ગ્રુપના શેરના ઘટાડાએ પણ બજારનો મૂડ બગાડ્યો હતો.
સેક્ટર અપડેટ
આજે એફએમસીજી સેક્ટરના શેરને બાદ કરતાં માર્કેટમાં તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. બેન્કિંગ, મેટલ્સ, આઈટી, ઓટો, ફાર્મા, એનર્જી, મીડિયા, હેલ્થકેર જેવા સેક્ટરના શેરો ઘટીને બંધ થયા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 19 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50માંથી 19 શેરો ઉછાળા સાથે જ્યારે 31 નુકસાન સાથે બંધ થયા હતા.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 60682.7ની સામે 29.88 પોઈન્ટ ઘટીને 60652.82 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 17856.5ની સામે 2.60 પોઈન્ટ ઘટીને 17859.1 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે 41559.4ની સામે 4.10 પોઈન્ટ ઘટીને 41563.5 પર ખુલ્યો હતો.
અદાણી ગ્રુપના શેરો કેમ ઘટ્યા?
રેટિંગ એજન્સી મૂડીઝે અદાણી જૂથની કંપનીઓના ક્રેડિટ આઉટલુકને ડાઉનગ્રેડ કર્યું છે, જેના કારણે અદાણી જૂથના શેરોમાં ઘટાડો થયો છે. કંપનીના બોન્ડ પોર્ટફોલિયોમાં ભારે ખોટ થવાની સંભાવના છે, જેના કારણે ગ્રુપના શેર પર આ દબાણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે, મૂડીઝે અદાણી જૂથની આઠ કંપનીઓના બોન્ડ્સનું આઉટલુક ડાઉનગ્રેડ કર્યું હતું. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ 10 કંપનીઓમાંથી 6 શેરમાં લોઅર સર્કિટ લાગી હતી.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 60,427.40 | 60,740.95 | 60,245.05 | -0.42% |
BSE SmallCap | 27,942.89 | 28,314.87 | 27,942.78 | -1.13% |
India VIX | 13.76 | 14.10 | 11.83 | 0.0798 |
NIFTY Midcap 100 | 30,538.05 | 31,008.90 | 30,521.75 | -1.58% |
NIFTY Smallcap 100 | 9,384.55 | 9,538.00 | 9,375.45 | -1.49% |
NIfty smallcap 50 | 4,252.45 | 4,316.90 | 4,250.55 | -1.25% |
Nifty 100 | 17,570.10 | 17,697.10 | 17,532.00 | -0.65% |
Nifty 200 | 9,202.70 | 9,278.25 | 9,187.90 | -0.77% |
Nifty 50 | 17,764.15 | 17,880.70 | 17,719.75 | -0.52% |