Stock Market Closing On 22nd August 2023: ગઇકાલના તેજીના માહોલને આજે શેર માર્કેટમાં બ્રેક લાગી હતી, કારોબારી દિવસના અંતે આજે માર્કેટ સપાટ ચાલ પર રહ્યું હતુ. વૉલેટિલિટીની વચ્ચે આજે માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્ને સપાટ બંધ થા હતા. જોકે, આ બધાની વચ્ચે પાવર શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે દિવસના અંતે બીએસઇનો ઇન્ડેક્સ સેન્સેક્સ 3.94 પૉઇન્ટ એટલે કે 0.01 ટકાના વધારા સાથે 65,220.03 ની સ્તર પર બંધ થયો હતો, વળી, નિફ્ટી 2.85 પૉઇન્ટ એટલે કે 0.01 ટકાના વધારા સાથે 19396.45 ના સ્તર પર બંધ થયો હતો. આજના કારોબારમાં પાવર શેરોમાં ઉછાળો આવ્યો. આની સાથે જ પીએસયૂ, બેન્કમાં પછડાટ થઇ હતી. વળી, અદાણી એન્ટરપ્રાઇઝ, એચડીએફસી લાઇફ, આઇટીસી, એનટીપીસી અને હીરો મોટો કૉર્પ નિફ્ટીના ટૉપ ગેનર રહ્યાં હતા. વળી, બીપીસીએલ, સીપલા, બજાજ ફિનસર્વે, ઇચર મૉટર્સ અને એસબીઆઇ નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યાં હતાં.
આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી સૌથી વધુ અસ્થિર હતા, પરંતુ મિડ-કેપ શેરોનો ઇન્ડેક્સ ફરીથી લાઇફટાઇમ ટોચને સ્પર્શવામાં સફળ રહ્યો છે. આજે બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 4 પૉઈન્ટના મામૂલી વધારા સાથે 65,220 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 3 પૉઈન્ટના મામૂલી વધારા સાથે 19,396 પૉઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટૉરિયલ સ્થિતિ -
આજના વેપારમાં ઓટો, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઇન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટર્સમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ફાર્મા, આઈટી, બેન્કિંગ સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી જોરદાર તેજી જોવા મળી છે. મિડ-કેપ ઈન્ડેક્સ 1.10 ટકા અથવા 418 પૉઈન્ટના વધારા સાથે 38,544ની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ બંધ રહ્યો હતો.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ટકાવારીમાં ફેરફાર |
BSE Sensex | 65,220.03 | 65,362.91 | 65,165.45 | 0.01% |
BSE SmallCap | 35,850.19 | 35,873.15 | 35,619.85 | 0.89% |
India VIX | 11.75 | 12.09 | 11.59 | -1.78% |
NIFTY Midcap 100 | 38,544.30 | 38,563.00 | 38,237.65 | 1.10% |
NIFTY Smallcap 100 | 11,852.50 | 11,861.20 | 11,797.55 | 0.81% |
NIfty smallcap 50 | 5,378.05 | 5,382.30 | 5,348.35 | 0.86% |
Nifty 100 | 19,325.45 | 19,364.25 | 19,305.50 | 0.11% |
Nifty 200 | 10,317.25 | 10,331.20 | 10,299.20 | 0.26% |
Nifty 50 | 19,396.45 | 19,443.50 | 19,381.30 | 0.01% |
2 લાખ કરોડની સંપત્તિ વધી -
આજના કારોબારમાં બજાર સપાટ બંધ રહ્યું છે પરંતુ રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 308.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે અગાઉના સત્રમાં 306.39 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.96 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.
ચઢાવ-ઉતાર વાળા શેરો -
આજના કારોબારમાં ITC 1.45%, NTPC 1.33%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.75%, વિપ્રો 0.65%, ટાટા સ્ટીલ 0.60%, લાર્સન 0.59%, એક્સિસ બેંક 0.58% ના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ઘટનારાઓમાં, બજાજ ફિનસર્વ 0.75 ટકા, SBI 0.55 ટકા, TCS 0.54 ટકા ઘટીને બંધ થયા છે.