Stock Market Closing: ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ ઉતાર ચઢાવ વાળો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યું હતું. જો કે દિવસના અંતે માર્કેટમાં તેજી જોવા મળી હતી અને ફરી બજાર લીલા નિશાન સાથે બંધ રહેવામાં સફળ રહ્યું હતું. આજે શેરબજાર સપાટ સ્તરે બંધ થયું. આજે સેન્સેક્સ 223.60 પોઇન્ટના વઘારા સાથે 61133.88 પોઇન્ટ પર અને નિફ્ટી 68.5 પોઇન્ટના વધારા સાથે 18191.00 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. 

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકામાં)
BSE Sensex 61,182.22 61,210.65 60,479.06  
BSE SmallCap 28,721.47 28,722.54 28,485.58 0.27%
India VIX 14.81 15.77 14.71 -3.78%
NIFTY Midcap 100 31,350.90 31,426.65 30,965.80 0.00
NIFTY Smallcap 100 9,658.95 9,670.00 9,561.55 0.00
NIfty smallcap 50 4,306.80 4,312.00 4,274.50 -0.08%
Nifty 100 18,343.60 18,387.60 18,124.80 0.00
Nifty 200 9,587.00 9,608.55 9,472.35 0.00
Nifty 50 18,191.00 18,229.70 17,992.80 0.00

રિયલ એસ્ટેટ કંપની અરવિંદ સ્માર્ટસ્પેસ (ASSL)ના શેરમાં આજે ગુરુવારે તેજી જોવા મળી રહી છે. આજે ઈન્ટ્રા-ડે ટ્રેડમાં સ્ક્રીપ 4.5 ટકા વધીને રૂ. 331.70ની નવી ટોચે પહોંચી હતી. છેલ્લા એક સપ્તાહમાં, લાલભાઈ ગ્રૂપની આ રિયલ એસ્ટેટ કંપનીના શેરમાં 22 ટકાનો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 0.36 ટકાનો ઘટાડો થયો છે. વધુમાં, શેરે છેલ્લા છ મહિનામાં રોકાણકારોને 100 ટકાથી વધુ વળતર આપ્યું છે, જ્યારે આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 14 ટકાનો વધારો થયો છે.

શેરબજારમાં આવેલી તેજીનો શ્રેય બેંક નિફ્ટીને જાય છે, જેણે નીચલા સ્તરથી 800 પોઈન્ટનો ઉછાળો જોવાયો છે. બેન્કિંગ ઉપરાંત નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી, નિફ્ટી મેટલ્સ, નિફ્ટી એનર્જીના શેરમાં પણ તેજી જોવા મળી છે. ફાર્મા સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. માત્ર એફએમસીજી મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સના 30માંથી 20 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 10 શેરો ઘટ્યા હતા. તો નિફ્ટીના 50 શેરોમાંથી 32 શેર તેજી સાથે અને 18 શેર ઘટાડા સાથે બંધ થયા છે.

 

શેર બજારમાં ઉતાર ચઢાવ


ટોપ લુઝર્સ


ટોપ ગેઈનર્સ


2022/12/29/260012f6646b795646c02d15b6986adf1672308321996397_original.JPG" />

શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ હતી

 ભારતીય શેરબજાર આ સપ્તાહે સતત બીજા કારોબારી સત્રમાં સવારે દબાણ હેઠળ જોવા મળ્યું. ગયા અઠવાડિયે સતત ચાર સત્રોથી સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આ સમયગાળા દરમિયાન 2 હજારથી વધુ પોઈન્ટ ગુમાવ્યા હતા. આ અઠવાડિયે સારી શરૂઆત કરી અને બે સત્રમાં 1000થી વધુ પોઈન્ટનો વધારો કર્યો, પરંતુ છેલ્લા સત્રથી ફરી ઘટાડો દેખાઈ રહ્યો છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60,910.28ની સામે 281.99 પોઈન્ટ ઘટીને 60628.29 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18,122.5ની સામે 76.80 પોઈન્ટ ઘટીને 18045.7 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42,827.7ની સામે 142.80 પોઈન્ટ ઘટીને 42684.9 પર ખુલ્યો હતો.