Stock Market Closing: ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ ઉતાર ચઢાવ વાળો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યું હતું. જો કે દિવસના અંતે માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો. અને ફરી બજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું. આજે સેન્સેક્સ 293.14 પોઇન્ટના ઘટાડા સાથે 60840.74 પર અને નિફ્ટી 85.70 પોઇન્ટના ઘટાડા સાથે 18105.30 પર બંધ રહ્યા હતા.
ટોપ ગેઈનર્સ
ટોપ લુઝર્સ
ઓટો એંસિલકી મેન્યૂફેક્ચરર ક્રાફ્ટ્સમેન ઓટોમેશનના શેર્સ BSE પર ઈન્ટ્રાડેમાં લગભગ 14 ટકા વધીને રૂ. 3,710.95 પર ટ્રેડ થયા હતા. આ સ્ટૉકનો આ અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર છે. ખરેખર કંપનીS DR Exion Indiavનો 76 ટકા હિસ્સો ખરીદવા માટે એક નિશ્ચિત કરાર કર્યો છે. જેના કારણે તેના સ્ટોકને ટેકો મળી રહ્યો છે. આ સંપાદન સાથે, DR Axion ક્રાફ્ટ્સમેન ઓટોમેશનની નવી પેટાકંપની બનશે. બપોરે 1.50 વાગ્યે, ક્રાફ્ટ્સમેન ઓટોમેશનનો શેર 8.40 ટકાના વધારા સાથે રૂ. 3,542 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકામાં) |
BSE Sensex | 60,861.97 | 61,392.68 | 60,743.71 | |
BSE SmallCap | 28,940.11 | 29,073.83 | 28,843.49 | 0.0081 |
India VIX | 14.8675 | 15.115 | 14.2825 | 0.0037 |
NIFTY Midcap 100 | 31,509.10 | 31,679.45 | 31,454.85 | 0.005 |
NIFTY Smallcap 100 | 9,731.30 | 9,792.80 | 9,710.40 | 0.0075 |
NIfty smallcap 50 | 4,341.95 | 4,369.80 | 4,333.95 | 0.0082 |
Nifty 100 | 18,258.75 | 18,434.20 | 18,232.30 | -0.46% |
Nifty 200 | 9,554.45 | 9,640.95 | 9,540.65 | -0.34% |
Nifty 50 | 18,105.30 | 18,265.25 | 18,080.30 | -0.47% |
ક્ષેત્રની સ્થિતિ
વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા અને PSU બેન્કોના શેરમાં તેજી જોવા મળે છે. પરંતુ બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેર તેજી સાથે બંધ થયા જ્યારે 20 શેરો ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર તેજી સાથે બંધ થયા હતા જ્યારે 33 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.