Stock Market Crash: શેરબજારમાં આજે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે અને ચોતરફ વેચવાલીને કારણે સ્થાનિક બજારો ભારે તણાવમાં છે. બેન્ક નિફ્ટી આ ઘટાડાને લીડ કરી રહ્યો છે અને 1343.55 પોઈન્ટ એટલે કે 3.23 ટકાના જંગી ઘટાડા સાથે 40304ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આજે શેરબજારમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ બજારમાં લોઅર સર્કિટની ચર્ચા થઈ રહી છે. જો કે ભારતીય બજારો આ સ્તરથી ઘણા દૂર છે, પરંતુ જો આ ચર્ચાનો વિષય છે, તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે કે શેરબજારમાં અપર અને લોઅર સર્કિટ શું હોય છે.


અદાણી જૂથના ઘણા શેરમાં લોઅર સર્કિટ
અદાણી જૂથના કેટલાક શેરોએ આજે ​લોઅર સર્કિટ લાગવાની શરૂ થઈ છે, જેમાં અદાણી ગેસનું નામ પણ સામેલ છે. અદાણી ગેસના સ્ટોકમાં આજે 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તેમા લોઅર સર્કિટ લાગી છે. અદાણી પાવર અને અદાણી વિલ્મરમાં પણ લોઅર સર્કિટ લાગી છે.


ઈન્ડેક્સમાં લોઅર સર્કિટ શું હોય છે?
જ્યારે કોઈ ચોક્કસ દિવસે ઈન્ડેક્સ તેના સૌથી નીચા સ્તરે પહોંચે છે, ત્યારે રોકાણકારોને આ ઘટાડામાંથી બચાવવા માટે ઈન્વેસ્ટર પ્રોટેક્શન મૂવ હેઠળ લોઅર સર્કિટ લાદી શકાય છે. જ્યારે બજાર 10, 15 કે 20 ટકા સુધી ઘટી જાય છે, ત્યારે તેના કારણે બજારમાં લોઅર સર્કિટ લગાવામાં આવે છે. આવી સ્થિતિમાં માત્ર માર્કેટમાં જ નહીં પરંતુ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પણ ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવે છે. જો કોઈપણ સમયે ટ્રેડિંગમાં 20 ટકાનો ઘટાડો થાય છે, તો તે ચોક્કસ દિવસ માટે બજારમાં ટ્રેડિંગ બંધ કરવામાં આવે છે.


અપર સર્કિટ શું છે
જ્યારે બજારમાં 10 ટકાનો ઉતાર ચઢાન થવા પર બજારમાં વેપાર બંધ કરવામાં આવે છે. જો બપોરના 1 વાગ્યા પહેલા બજાર 10 ટકાથી વધુ ઘટે અથવા વધે તો 45 મિનિટ માટે માર્કેટમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવે છે. જો બપોરે 1 વાગ્યાથી 2.30 વાગ્યાની વચ્ચે માર્કેટમાં 10 ટકાનો વધારો અથવા ઘટાડો થાય છે, તો 15 મિનિટ માટે ટ્રેડિંગ બંધ કરવામાં આવે છે.


બજારમાં છેલ્લી લોઅર સર્કિટ ક્યારે લાગી હતી
છેલ્લી વખત નિફ્ટીમાં લોઅર સર્કિટ 13 માર્ચ, 2020 ના રોજ લાગી હતી, જ્યારે નિફ્ટી અને સેન્સેક્સમાં વૈશ્વિક વેચવાલી અને કોવિડ -19 ના ઉથલપાથલને કારણે ભારતીય શેરબજાર 10 ટકા તૂટી ગયું હતું. 21 જાન્યુઆરી, 2008 પછી પહેલીવાર આવું બન્યું અને 12 વર્ષ પછી ભારતીય બજારમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી.