Stock Market News: ભારતીય શેરબજારમાં આ મહિને સતત તેજી જોવા મળી રહી છે. સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 319.63 પોઈન્ટ ઉછળીને 67,838.63 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ રીતે સતત 11 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 68 હજારની નજીક પહોંચી ગયો હતો. બીજી તરફ NSE નિફ્ટી પણ રેકોર્ડ હાઈ પર બંધ થયો હતો. નિફ્ટી 50 66.85 પોઈન્ટ્સ મજબૂત થઈને 20
,169.95 પોઈન્ટના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ મહિનાની 15 સપ્ટેમ્બર સુધી 11 દિવસથી શેરબજારમાં કારોબાર થઈ રહ્યો છે. આમાં સેન્સેક્સ સતત 11 દિવસ સુધી ઉછળ્યો છે. તો બીજી તરફ, નિફ્ટીમાં માત્ર એક દિવસ માટે થોડો ઘટાડો થયો હતો. શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની તિજોરી ભરાઈ ગઈ છે. આ મહિને તેની કમાણી 33 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે 1 સપ્ટેમ્બરે જ્યારે શેર બજાર ખુલ્યું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 3,09,59,138.70 લાખ કરોડ રૂપિયા હતું. તો બીજી તરફ, 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચેના 11 ટ્રેડિંગ દિવસોમાં તે વધીને 3,23,20,377.69 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. આ રીતે રોકાણકારોએ 12.57 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે. ઓટો, આઈટી, ફાર્મા, બેંકિંગ શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે પીએસઈ, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. બજાજ ઓટો, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, M&M, હીરો મોટોકોર્પ અને એચસીએલ ટેક્નોલોજીસ નિફ્ટીમાં ટોપ ગેનર હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 67,838.63 | 67,927.23 | 67,614.42 | 00:06:46 |
BSE SmallCap | 37,828.56 | 38,008.11 | 37,744.33 | 0.27% |
India VIX | 10.90 | 11.32 | 10.07 | -3.67% |
NIFTY Midcap 100 | 40,829.90 | 40,982.75 | 40,711.60 | 0.28% |
NIFTY Smallcap 100 | 12,793.75 | 12,859.35 | 12,748.70 | 0.41% |
NIfty smallcap 50 | 5,865.90 | 5,895.60 | 5,845.10 | 0.51% |
Nifty 100 | 20,108.40 | 20,136.30 | 20,048.75 | 0.42% |
Nifty 200 | 10,763.60 | 10,779.35 | 10,733.65 | 0.40% |
Nifty 50 | 20,192.35 | 20,222.45 | 20,129.70 | 0.44% |
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ઉછાળાને કારણે ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 30 શેરમાં વધારો અને 30માં ઘટાડો જોવા મળ્યો છે.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2 લાખ કરોડનો વધારો થયો
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 323.20 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 322.17 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.03 લાખ કરોડનો વધારો થયો છે. આમ માર્કેટમાં સતત તેજી જોવા મળતા રોકાણકારો ખુશ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. તેથી રોકાણકારોમી સંપત્તિમાં પણ વધારો થઈ રહ્યો છે.