Stock Market LIVE Updates: સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 17600 ઉપર, બેન્ક નિફ્ટીએ 37,000ની સપાટી વટાવી

આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 26 સ્ટોક તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 24 સ્ટોક એવા છે જ્યાં મંદી સાથે ટ્રેડિંગ થઈ રહ્યું છે.

gujarati.abplive.com Last Updated: 01 Apr 2022 02:53 PM
બજારમાં તેજી

બજાર દિવસના ઉચ્ચ સ્તરે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સના 30માંથી 23 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50માંથી 35 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી બેંકના તમામ 12 શેરોમાં ખરીદી થઈ રહી છે. સેન્સેક્સ 59,000ને પાર કરી ગયો છે. નિફ્ટી બેંક 37,000ને પાર કરી ગયો છે.

એનર્જી સ્ટોકમાં વધારો

આજના કારોબારમાં તેલ અને ગેસ શેરો સિવાય એવિએશન શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી, આરઆઈએલ, ગેઈલ, ઓઈલ ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટમાં ઈન્ટ્રાડે દરમિયાન ઉછાળો જોવા મળ્યો છે.

અદાણી વિલ્મરના શેર ઓલ ટાઈમ હાઈ પર

અદાણી વિલ્મરના શેરમાં આજે પણ તેજી ચાલુ રહી હતી. અદાણી ગ્રૂપનો આ શેર સતત 6 ટ્રેડિંગ સત્રોથી વધતો જ રહ્યો છે અને NSE પર ₹542.70ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આજે એટલે કે 1લી એપ્રિલ 2022ના ટ્રેડિંગ દિવસે, અદાણી વિલ્મરનો શેર શેર દીઠ આશરે રૂ. 9ના અપસાઇડ ગેપ સાથે ખુલ્યો અને તેણે આજે તેની નવી લાઇફ ટાઇમ હાઇ સેટ કરી. 

રૂચી સોયા

રૂચી સોયાએ તેના FPOની અંતિમ ઇશ્યૂ કિંમત રૂ. 650 નક્કી કરી છે, જે ઇશ્યૂની ઉપલી પ્રાઇસ બેન્ડ હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોને ઉપાડનો વિકલ્પ આપ્યા બાદ લગભગ 97 લાખ રોકાણકારોએ રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝની ફોલો-ઓન ઓફર (FPO)માંથી તેમની બિડ પાછી ખેંચી લીધી છે. કંપનીનો એફપીઓ પૂર્ણ થઈ ગયો છે.

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 31 માર્ચ એટલે કે ગુરુવારે બજારમાં રૂ. 3088.73 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 1145.28 કરોડનું રોકાણ કર્યું હતું.

સેન્સેક્સમાં વધનારા-ઘટનારા શેર


HDFC એસેટ મેનેજમેન્ટ કંપની

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા કંપનીમાં 2.02 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સાથે કંપનીમાં તેનો હિસ્સો અગાઉના 5 ટકાથી વધીને 7.02 ટકા થયો છે.

બ્રેકગ્રાઉન્ડ

Stock Market LIVE Updates: નવા નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ દિવસે, ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે વેપાર ખુલ્યા છે. સેન્સેક્સ-નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. એશિયન બજારોમાં નબળાઈના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 37 પોઈન્ટ ઘટીને 58830 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટ વધીને 17436 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યો હતો.


નિફ્ટીની સ્થિતિ શું છે


આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 26 સ્ટોક તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 24 સ્ટોક એવા છે જ્યાં મંદી સાથે ટ્રેડિંગ થઈ રહ્યું છે. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર લીલા નિશાનમાં અને 15 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે 117 પોઈન્ટના ઉછાળા સાથે 36,490 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.


ક્ષેત્રીય સૂચકાંક


આજે જો આપણે સેક્ટર મુજબના માર્કેટમાં તેજીવાળા સેક્ટર પર નજર કરીએ તો આઈટી અને ઓટો સેક્ટરને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે. સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. રિયલ્ટી શેરોમાં જોવા મળી રહી છે અને મીડિયા, બેંકો, એફએમસીજી, એનર્જી, ફાર્મા અને ફાઇનાન્શિયલ સર્વિસિસમાં વધારો જોવા મળી રહ્યો છે.


આ સ્ટોકમાં ઉછાળો


જો આપણે આજના વેપારમાં નિફ્ટીના ચડતા શેરો પર નજર કરીએ તો NTPC 4.26 ટકા, પાવર ગ્રીડ 3.50 ટકા, M&M 1.37 ટકા, એરટેલ 1.05 ટકા, કોટક મહિન્દ્રા 0.72 ટકા, બજાજ ફાઇનાન્સ 0.71 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.