Stock Market LIVE Updates: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 400 પોઈન્ટ ડાઉન

આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 13 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 37 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.

gujarati.abplive.com Last Updated: 06 Apr 2022 02:56 PM
2-55 સેન્સેક્સમાં વધનારા-ઘટનારા શેર


Paytm સ્ટોકમાં ઉછાળો

Paytmના શેરમાં આજે સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. શેર આજે ઈન્ટ્રાડેમાં 6 ટકા વધીને રૂ. 645 પર પહોંચ્યો હતો. જ્યારે મંગળવારે તે રૂ. 609 પર બંધ રહ્યો હતો. કંપનીના અપડેટ મુજબ, વાર્ષિક ધોરણે ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ લોન મૂલ્યમાં 417 ટકાનો વધારો થયો છે. Q4 માં લોનનું કુલ મૂલ્ય 417 ટકા વધીને 3553 થયું છે. Q4 માં 65 લાખ લોન વિતરણ કરવામાં આવી છે. વાર્ષિક ધોરણે સરેરાશ માસિક વ્યવહાર કરનારા વપરાશકર્તાઓમાં પણ વધારો થયો છે. સુપર એપ એવરેજ MTU 41 ટકા વધીને 7.09 કરોડ થયો છે.

મારુતિ સુઝુકી

મારુતિ સુઝુકી તમામ મોડલની કિંમત અલગ-અલગ વધારશે. ઇનપુટ કોસ્ટમાં વધારાને કારણે કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન, ફોર્સ મોટર્સે તેના વેચાણના આંકડા જાહેર કર્યા છે. માર્ચમાં ફોર્સ મોટર્સનું કુલ ઉત્પાદન 1,830 યુનિટ થયું છે. માર્ચમાં એકંદરે વેચાણ 30.7% વધીને 2,690 યુનિટ થયું હતું. માર્ચમાં સ્થાનિક વેચાણ 2,392 યુનિટ હતું. માર્ચમાં કુલ નિકાસ 298 યુનિટ થઈ છે.

બેંકિંગ સેક્ટર પર બ્રોકરેજનો અભિપ્રાય

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ માને છે કે બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ વધુ મજબૂત થઈ રહી છે. દરેક સેગમેન્ટમાં મજબૂત વિતરણ દેખાય છે. ઘણા રિટેલ ઉત્પાદનોમાં વિતરણ વૃદ્ધિ પ્રિકોવિડ સ્તરને વટાવી ગઈ છે. જ્યારે કોર્પોરેટ સેગમેન્ટમાં પણ પુનરુત્થાન જોવા મળી રહ્યું છે. કેપેક્સ સાયકલ 2HFY23 દરમિયાન તેજી કરશે, જે FY23E માં ક્રેડિટ વૃદ્ધિમાં વધુ સુધારો કરશે. નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોનો નફો મજબૂત રહેવાની ધારણા છે.

વધનારા સ્ટોક

આજના ટ્રેડમાં ચઢેલા શેર પર નજર કરીએ તો ટાટા સ્ટીલ 1.73 ટકા, એનટીપીસી 0.84 ટકા, લાર્સન 0.63 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.54 ટકા, બજાજ ફિનસર્વ 0.29 ટકા, બજાજ ફાઇનાન્સ 0.28 ટકા, પાવર ગ્રીડ 0.19 ટકા, એસબીઆઇ 0.19 ટકા, એસ. 0.07 ટકાનો ઉછાળો છે.

વધનારા સ્ટોક

આજના ટ્રેડમાં ચઢેલા શેર પર નજર કરીએ તો ટાટા સ્ટીલ 1.73 ટકા, એનટીપીસી 0.84 ટકા, લાર્સન 0.63 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.54 ટકા, બજાજ ફિનસર્વ 0.29 ટકા, બજાજ ફાઇનાન્સ 0.28 ટકા, પાવર ગ્રીડ 0.19 ટકા, એસબીઆઇ 0.19 ટકા, એસ. 0.07 ટકાનો ઉછાળો છે.

સેક્ટરોરીયલ ઇન્ડેક્સ

 જો આપણે બજારમાં તેજીવાળા ક્ષેત્રો પર નજર કરીએ, તો એનર્જી મેટલ્સ સિવાયના તમામ ક્ષેત્રો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જોકે, સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, ફાર્મા જેવા ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

Stock Market LIVE Updates: ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. એશિયન શેરબજારોમાં ઘટાડાને કારણે ભારતીય બજારોમાં લાલ નિશાન સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 360 પોઈન્ટ ઘટીને 59,815 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 114 પોઈન્ટ ઘટીને 17,842 પોઈન્ટ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું છે. બેન્ક નિફ્ટી પણ 1.15 ટકાના ઘટાડા સાથે 37,694 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.


નિફ્ટીની સ્થિતિ શું છે


આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 13 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 37 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5 શેર જ લીલા નિશાનમાં અને 25 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.


વૈશ્વિક બજારમાં કડાકો


મંગળવારે ડાઉ જોન્સમાં 281 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો અને તે 34,641.18 ની સપાટી પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટમાં 2.26 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે 14,204.17ના સ્તરે બંધ થયો હતો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ 1.26 ટકા ઘટીને 4,525.12 પર બંધ થયો હતો. 10 વર્ષના બોન્ડનું યીલ્ડ વધીને 2.56 ટકા થયું છે, જે મે 2019 પછી સૌથી વધુ છે. બીજી તરફ, ક્રૂડ બેરલ દીઠ $ 107 ની નજીક ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $ 102 ની નજીક છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.