Share Market LIVE: કોરોનાના વધતા કેસની વચ્ચે સ્ટોક માર્કેટમાં કડાકો, નિફ્ટી 17800 નીચે, સેન્સક્સ 600 પોઈન્ડ ડાઉન

સિંગાપોર એક્સચેન્જ પર SGX નિફ્ટીમાં ઘટાડાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી અપેક્ષા મુજબ નીચે દેખાઈ રહ્યા છે.

gujarati.abplive.com Last Updated: 06 Jan 2022 09:50 AM
રૂપિયો 6 પૈસા તૂટ્યો

આજે શરૂઆતી કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 6 પૈસા ઘટીને રૂ. 74.44 થયો હતો.



સવારે 10 કલાકે સેન્સેક્સ


સેન્સેક્સ: મોટાભાગના શેરોમાં વેચવાલીનું વલણ


એક્સચેન્જ પર શરૂઆતમાં બલ્ક ડીલ

ગણેશ ઇકોસ્ફિયરમાં, MCAP ઇન્ડિયા ફંડે NSE પર 535.73 પ્રતિ શેરના ભાવે 2.5 લાખ શેર વેચ્યા છે. તેણે BSE પર કંપનીના 1.5 લાખ શેર પ્રતિ શેર રૂ. 535.42ના ભાવે વેચ્યા છે.


SK ગ્રોથ ફંડે વિશ્વરાજ સુગર ઈન્ડસ્ટ્રીઝમાં 25.35 પ્રતિ શેરના દરે 10 લાખ શેર વેચ્યા છે.


એક્સિસ બેંકે ઓરિએન્ટ ગ્રીન પાવર કંપનીમાં NSE પર શેર દીઠ રૂ. 22.4ના ભાવે 38 લાખ શેર વેચ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Share Market LIVE: એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે, આજે (6 જાન્યુઆરી) સાપ્તાહિક F&O એક્સપાયરી ડે પર ટ્રેડિંગે સ્થાનિક બજારમાં નબળી શરૂઆત કરી છે. સિંગાપોર એક્સચેન્જ પર SGX નિફ્ટીમાં ઘટાડાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી અપેક્ષા મુજબ નીચે દેખાઈ રહ્યા છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી પણ 17800ની નીચે આવી ગયો છે. આજે ટ્રેડિંગ દરમિયાન, રિલાયન્સ, વોડાફોન આઇડિયા, એરટેલ, NHPC, ગેઇલ ઇન્ડિયા, NTPC અને અદાણી એન્ટરપ્રાઇઝિસ જેવા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.