Share Market live updates: સેન્સેક્સ ફરી 60000ની સપાટી ઉપર, નિફ્ટી 17800ને પાર, મેટલ અને બેંક સ્ટોકમાં ઉછાળો

સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતના વેપારમાં વોલેટિલિટી દર્શાવે છે.

gujarati.abplive.com Last Updated: 05 Jan 2022 12:29 PM
રૂપિયામાં 10 પૈસાનો ઉછાળો

આજે શરૂઆતના કારોબારમાં, રૂપિયો 10 પૈસા મજબૂત થઈને એક યુએસ ડૉલરની સામે રૂ. 74.48ની કિંમતે પહોંચ્યો હતો.

શેર બજારમાં ઘટાડા બાદ ઉછાળો

બજાર ઝડપથી આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સેન્સેક્સ ફરી એકવાર 60000ને પાર કરી ગયો છે. નિફ્ટી ફ્યુચર્સ 17900ને પાર કરી ગયો છે.





ડૉ. રેડ્ડીસ ફોકસમાં

DR REDDYS એ Molflu નામથી કોવિડ દવા મોલનુપીરાવીર લોન્ચ કરી છે. મોલફ્લુના 40 કેપ્સ્યુલના પેકની કિંમત 1400 રૂપિયા હશે.

વાહનના વેચાણમાં ઘટાડો

ડિસેમ્બરના વાહન વેચાણના આંકડાઓ જાહેર કરતા, FADAએ જણાવ્યું છે કે ડિસેમ્બરમાં કુલ વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 16 ટકાનો ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં સીવી રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે 14 ટકા વધ્યું છે. આ સમયગાળા દરમિયાન સીવી રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 14 ટકાનો વધારો થયો છે.

ભારતી એરટેલની જાહેરાત

Hughes Communications India Pvt Ltd, (HCIPL) અને ભારતી એરટેલે ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે સંયુક્ત સાહસની રચનાની જાહેરાત કરી.


મે 2019માં જાહેર કરાયેલા કરારને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) અને ટેલિકોમ વિભાગ (ભારત સરકાર) સહિત તમામ વૈધાનિક મંજૂરીઓ મળી છે અને સંયુક્ત સાહસની રચના કરવામાં આવી છે.


BSE પર ભારતી એરટેલ રૂ. 2.60 અથવા 0.37 ટકા ઘટીને રૂ. 694.60 પર ક્વોટ થઈ રહ્યો હતો.

વેચવાલીનું દબાણ

સેન્સેક્સ: રિલાયન્સ અને આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ

ઘટાડા સાથે કારોબાર

સેન્સેક્સ હાલમાં 14.48 પોઈન્ટ ઘટીને 59,841.45 પર અને નિફ્ટી 5.90 પોઈન્ટના ઘટાડા સાથે 17,799.35 પર છે.

બ્રેકગ્રાઉન્ડ

Share Market LIVE. BSE Sensex, Nifty50: આજે (5 જાન્યુઆરી) એશિયાના મોટાભાગના બજારોમાં મિશ્ર વલણો વચ્ચે, સ્થાનિક બજારમાં ટ્રેડિંગની શરૂઆત નબળી થઈ છે. સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતના વેપારમાં વોલેટિલિટી દર્શાવે છે. આજે ટ્રેડિંગ દરમિયાન, રિલાયન્સ, વોડાફોન આઈડિયા, એરટેલ, ગો ફેશન ઈન્ડિયા, ગેઈલ ઈન્ડિયા, ફ્યુચર રિટેલ, એન્જલ વન અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.