Stock Market Updates: શેર બજારમાં આજે તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. સેન્સેક્સ આજે 550 પોઈન્ટ વધીને 57,800ની ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ ઉછળીને 17300ને પાર થયો છે.


કેવી રીતે ખુલ્યુ બજાર


આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 98 પોઈન્ટના ઉછાળા સાથે 17208 ના સ્તર પર ખુલ્યો છે અને BSE સેન્સેક્સ 0.96 ટકાના વધારા સાથે 550.07 પોઈન્ટ વધીને 57,827 પર છે.


નિફ્ટીમાં મજબૂત વલણ જોવા મળી રહ્યું છે


આજે નિફ્ટીમાં 50 માંથી 48 શેરો તેજીના નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર બે જ શેરોમાં ઘટાડો છે. આજના કારોબારમાં નિફ્ટીએ 17280 ના ઉપલા સ્તરને સ્પર્શ કર્યો હતો. બેંક નિફ્ટીમાં શરૂઆતની મિનિટોમાં જ 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 38,200ને પાર કરી ગયો છે.


આજના શેરોમાં વધારો


આજના વધતા શેરોમાં ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, ટાઇટન અને ONGC તેજી સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. નિફ્ટીના ઘટી રહેલા શેરોમાં, માત્ર એક HDFC શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.





બજારમાં તેજીની હાઈલાઈટ્સ


આજે બજારના તમામ 19 સૂચકાંકો વધારાની સાથે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે. આ જ કારણ છે કે ભારત ViXમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ 2.34 ટકાના ઉછાળા બાદ ઉપરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 2 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.


વિપ્રો અને એરટેલમાં ઉછાળો


વિપ્રો, એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક, સન ફાર્મા, ટાઇટન, બજાજ અને રિલાયન્સના શેર 1-1%થી વધુ ઉછળ્યા છે. TCS, HCL Tech, ITC અને ડૉ. રેડ્ડી પણ એક-એક ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. મારુતિ, નેસ્લે, પાવરગ્રીડ, એક્સિસ બેંક, એસબીઆઈ અને કોટક બેંકના સ્ટોક પણ વધી રહ્યા છે.