LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીનો આઇપીઓ માર્ચની શરૂઆતમાં આવશે. સરકારે આ વાતના સંકેત આપ્યા હતા. DIPAM સચિવે કહ્યું કે અમે માર્ચની શરૂઆતમાં એલઆઇસી આઇપીઓ લાવવા માટે ઉત્સાહિત છીએ. માનવામાં આવી રહ્યું છે કે સરકાર એલઆઇસીના આઇપીઓ મારફતે બજારમાંથી એક લાખ કરોડ રૂપિયા એકઠા કરી શકે છે.
આઇપીઓ લાવવાની તૈયારી ચાલી રહી છે ત્યારે એલઆઇસીએ આઇપીઓ અગાઉ પોલિસી ધારકોને પોતાની પોલિસી સાથે પાન નંબર લિંક કરવાની સલાહ આપી છે. જેનાથી તેઓ એલઆઇસીના આઇપીઓમાં પોલિસીધારકો માટેની રિઝર્વ કેટેગરીમાં અરજી કરવા માટે પાત્ર થઇ શકશે. એટલું જ નહી એલઆઇસીએ પોલિસીધારકોને કહ્યું કે જો તેમની પાસે ડિમેટ એકાઉન્ટ નથી તો આઇપીઓમાં અરજી કરવા માટે ઓપન કરાવી દે. એલઆઇસીના આઇપીઓમાં અરજી કરવા માટે વેલિડ ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જાહેરાતો મારફતે અને ઇમેઇલ મોકલીને એલઆઇસી પોતાના પોલિસીધારકોને સૂચના આપી રહ્યું છે. એવામાં નવા ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે લોકોમાં હોડ જામી છે.
એલઆઇસીના કુલ 25 કરોડ પોલિસીધારકો છે જ્યારે દેશમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા 7.5 કરોડ નજીક છે. એવામાં જે પોલિસીધારકો એલઆઇસીના શેર ખરીદવા માંગે છે તેમની પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જેને જોતા ડિમેટ એકાઉન્ટ ખોલનારાઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના કાળમાં શેર બજારમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે. 2019.20માં ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટની સંખ્યા ફક્ત 4.09 કરોડ હતી જે 2020-21માં વધીને 5.51 કરોડ થઇ ગઇ છે જે 31 ઓક્ટોબર સુધી 7.38 કરોડ સુધી પહોંચી છે.
આ પણ વાંચોઃ
Amazon Deal: ઘરના ગાર્ડન કે લૉનમાં બેસવા માટે ખરીદવા ઇચ્છો છો હીટર, આ છે બેસ્ટ Outdoor Heater