Stock Market Opening: એશિયન બજારોમાં ઘટાડા વચ્ચે આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસની શરૂઆત આજે (21 જાન્યુઆરી) સ્થાનિક બજારમાં ઘટાડા સાથે થઈ છે. સિંગાપોર એક્સચેન્જ પર SGX નિફ્ટીમાં ઘટાડો થવાને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ચોથા ટ્રેડિંગ દિવસે તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 17600 ની નીચે સરકી ગયો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન, રિલાયન્સ, વોડાફોન આઈડિયા, એરટેલ, ટ્રાઈડેન્ટ, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી, એચયુએલ, હેવેલ્સ ઈન્ડિયા અને મેરિકો જેવા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આજે રિલાયન્સ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, બંધન બેંક, સીએસબી બેંક, હિન્દુસ્તાન ઝિંક, આઈડીબીઆઈ બેંક, વોડાફોન આઈડિયા, પીવીઆર, પોલીકેબ ઈન્ડિયા, સુપ્રિયા લાઈફસાયન્સ અને જ્યોતિ લેબ્સ સહિત અનેક કંપનીઓના પરિણામો આવશે.


કેવી રીતે ખુલ્યુ બજાર


શેરબજારમાં આજે સેન્સેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 507.35 પોઈન્ટ અથવા 0.85 ટકાના ઘટાડા સાથે 58,957 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં 143 પોઈન્ટના ઘટાડા બાદ 17613 પર ટ્રેડિંગ ખુલી રહ્યું છે.


સેન્સેક્સ પ્રથમ 10 મિનિટમાં 700 પોઈન્ટ ગુમાવ્યા


ખુલ્યા પછી, સેન્સેક્સ પ્રથમ 10 મિનિટમાં 706.65 પોઈન્ટ અથવા 1.19 ટકાથી વધુ ગુમાવીને 58,757.97 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, નિફ્ટી 227 પોઈન્ટ ઘટીને 1.28 ટકા લપસી ગયો છે. આમાં 17529ના લેવલ જોવા મળી રહ્યા છે.







પ્રી-ઓપનિંગમાં બજાર


BSE સેન્સેક્સ 425.25 પોઈન્ટ અથવા 0.7 ટકાના ઘટાડા સાથે 59,039.37 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં 143 અંકના ઘટાડા બાદ 17613 પર કારોબાર જોવા મળી રહ્યો છે.


AGS Transact Technologies IPO માટે સબ્સ્ક્રાઇબ કરવાની આજે છેલ્લી તક 


AGS Transact Technologiesનો IPO સબસ્ક્રાઇબ કરવાની આજે છેલ્લી તક છે. આ IPO 19 જાન્યુઆરીએ ખુલ્યો હતો અને અત્યાર સુધીમાં 1.42 ગણો સબસ્ક્રાઇબ થયો છે. રિટેલ રોકાણકારોનો ભાગ 2.06 ગણો સબસ્ક્રાઇબ થયો છે. નવા વર્ષના આ પ્રથમ IPO હેઠળ રૂ. 680 કરોડના શેર જારી કરવામાં આવશે. આ તમામ શેર્સ ઓફર ફોર સેલ (OFS) હેઠળ જારી કરવામાં આવશે, જેના દ્વારા કંપનીના પ્રમોટર રવિ બી ગોયલ સહિત વર્તમાન શેરધારકો તેમનો હિસ્સો વેચશે. કંપનીએ તેના શેર રૂ. 166 થી રૂ. 175 પ્રતિ શેરના ફિક્સ પ્રાઇસ બેન્ડમાં જારી કરવાની જાહેરાત કરી છે. એક લોટમાં 85 શેર જારી કરવામાં આવશે, તેથી IPOમાં રોકાણકાર માટે લઘુત્તમ રોકાણ 14,875 રૂપિયા હશે.