મુંબઈઃ ભારતીય શેરબજાર માટે સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત શાનદાર થઈ હતી. શેરબજાર 524.61 પોઈન્ટના ઉછાળા સાથે 52,068.91ની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યું હતું. જ્યારે નિફ્ટી પણ 138.80 પોઇન્ટના વધારા સાથે 15,302.10 પર પહોંચી છે.


શેરબજાર ઐતિહાસિક સપાટી પર હોવા છતાં આજે પાવર મેત પ્રોજેક્ટ લિ., ટીમકેન ઈન્ડિયા લિ,, સાટીન ક્રેડિટકેર નેટવર્ક લિમિટેડ, યુનિયન બેંક, અમરરાજા બેટરી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.



સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.68 ટકા વધી 1055.50 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 1.82 ટકા વધી 1611.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ONGC, ટેક મહિન્દ્રા, M&M, TCS સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC 1.03 ટકા ઘટી 96.00 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.74 ટકા ઘટી 983.60 પર કારોબાર કરી રહ્યો છે.