બજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. સેન્સેક્સ 531.92 પોઇન્ટ એટલે કે 0.66 ટકાના ઘટાડા સાથે 82,014.54 પર શરૂઆત થઇ હતી. જ્યારે નિફ્ટી 177.35 પોઇન્ટ એટલે કે 0.7 ટકાના ઘટાડા સાથે 25,102.50ના પોઇન્ટ સાથે શરૂઆત થઇ હતી.






મંગળવારે યુએસ માર્કેટમાં હાહાકાર


સોમવારે લેબર ડેની રજા બાદ મંગળવારે અમેરિકન બજારો ખુલ્યા ત્યારે અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ અને નેસ્ડેક 3 ટકાથી વધુ તૂટ્યા હતા. જ્યારે S&P500 ના મોટા ભાગના સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર એશિયન બજારો પર પણ જોવા મળી હતી અને જાપાનનો નિક્કી પણ 3 ટકા તૂટ્યો હતો. યુએસ માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે બુધવારે ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ચિપ નિર્માતા Nvidia (NVIDIA શેર) ના શેર સૌથી વધુ 10 ટકા ઘટ્યા હતા.


વૈશ્વિક બજારમાં ખરાબ મૂડની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. પાછલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ મામૂલી ઘટાડા સાથે બંધ થયો હતો અને બુધવારે નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો હતો. BSE સેન્સેક્સ 567.26 પોઈન્ટ અથવા 0.69 ટકા ઘટીને 81,988.18 પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી 185.40 પોઈન્ટ અથવા 0.73 ટકા ઘટીને 25,094.40 પર ખુલ્યો હતો. અગાઉના ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 82,555.44 ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 25,279.85 ના સ્તરે બંધ થયો હતો.


1605 શેર ઘટ્યા


માર્કેટ ઓપન થતાની સાથે જ તેમાં સામેલ 1605 શેર લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા હતા જ્યારે લગભગ 879 શેરમાં ઉછાળો નોંધાયો. આ સિવાય 150 શેર એવા હતા જેમની સ્થિતિમાં પ્રારંભિક ટ્રેડિંગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. BPCL, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, HDFC બેન્કનો શેર નિફ્ટી પર હતો, પરંતુ ONGC, હિન્દાલ્કો, વિપ્રો, JSW સ્ટીલમાં ઘટાડો હતો અને L&T માઇન્ડટ્રીમાં મોટો ઘટાડો હતો.                                                                    


Post Office Scheme: દર મહિને થશે 20,000 રૂપિચાથી વધુની કમાણી, શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ