Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ છે અને આ દિવસે સ્થાનિક શેરબજારોમાં તેજી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સંકેતો મજબૂત છે અને એશિયન બજારોમાં પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, જેણે બજારને ટેકો આપ્યો છે. ગઈકાલના સારા સંકેતો બાદ આજે યુએસ ફ્યુચર્સમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજના કારોબારની શરૂઆતમાં સેન્સેક્સમાં 200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 220.75 પોઈન્ટ અથવા 0.38 ટકાના ઉછાળા સાથે 58,571.28 પર ખુલ્યો હતો. NSEનો નિફ્ટી 74.95 પોઈન્ટ અથવા 0.43 ટકાના વધારા સાથે 17,463.10 પર ખુલ્યો હતો.


નિફ્ટીની ચાલ કેવી


NSE નો નિફ્ટી હાલમાં 17500 ની નજીક દેખાઈ રહ્યો છે. આજના કારોબારમાં તે 17500 ના સ્તરને સ્પર્શે તેવી અપેક્ષા છે. આજે નિફ્ટીના 50માંથી 38 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને બાકીના 12 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે લગભગ 150 પોઈન્ટ ચઢી ગયો છે અને 38,138ના સ્તરે રહ્યો છે.


સેક્ટોરલ ઇન્ડેક્સ


આજે નિફ્ટીના સેક્ટરની વાત કરીએ તો એફએમસીજી, પીએસયુ બેન્ક, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ સિવાય અન્ય તમામ સેક્ટર મોમેન્ટમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આઇટી શેરોમાં 1.69 ટકાનો સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને હેલ્થકેર ઇન્ડેક્સ 0.68 ટકા ઉપર છે. ઓટો શેરોમાં પણ લગભગ 0.25 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.


આજે વધનારા સ્ટોક


આજે સેન્સેક્સના 30માંથી 26 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમાં ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી બેંક, એલએન્ટ અને એક્સિસ બેંકના શેરો મોટા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


આજના ઘટનારા સ્ટોક


સેન્સેક્સના આજના ઘટતા શેરો પર નજર કરીએ તો તેમાં ટાઇટન, પાવરગ્રીડ, એચયુએલ, ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, એસબીઆઇ અને એનટીપીસીના નામ સામેલ છે.