Stock Market Today: મિશ્ર વૈશ્વિક સંકેતો પાછળ 5 એપ્રિલે ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત થઈ છે. 


સેન્સેક્સ 98.75 પોઈન્ટ અથવા 0.17% વધીને 59,205.19 પર અને નિફ્ટી 26.80 પોઈન્ટ અથવા 0.15% વધીને 17,424.80 પર હતો. લગભગ 1462 શેર વધ્યા, 640 શેર ઘટ્યા અને 154 શેર યથાવત.


બજાજ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી અને બજાજ ફિનસર્વ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે એચસીએલ ટેક્નોલોજી, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, એચયુએલ, અદાણી એન્ટરપ્રાઈઝીસ અને આઈસીઆઈસીઆઈ બેંક સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા. 


આજના કારોબારમાં બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી પર બેંક, ફાઇનાન્શિયલ, એફએમસીજી ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે. જ્યારે ઓટો, આઈટી, મેટલ અને ફાર્મા ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે.


આજે હેવીવેઇટ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 14 શેરો લીલા નિશાનમાં છે અને 16 લાલ નિશાનમાં છે.


આજના ટોપ ગેનર્સમાં BAJFINANCE, HDFCBANK, HDFC, TITAN, ITC, RIL, LTનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં HCLTECH, INDUSINDBK, ICICIBANK, TATASTEEL, NTPC, HULનો સમાવેશ થાય છે.


સેક્ટરલ ઇન્ડેક્સની શું સ્થિતિ છે


નિફ્ટીના સેક્ટરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો ઓટો શેરોમાં ગઈકાલની તેજી આજે જોવા મળતી નથી. આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક અને હેલ્થકેર ઈન્ડેક્સ શેરો આજે ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. નાણાકીય ક્ષેત્રના શેરોમાં મહત્તમ 0.94 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સમાં 0.56 ટકા અને રિયલ્ટી શેર્સમાં 0.60 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.


મંગળવારે મહાવીર જયંતિ નિમિત્તે બંધ. અગાઉ બીએસઈ સેન્સેક્સ 115 પોઈન્ટના વધારા સાથે 59,106 પર બંધ થયો હતો. બજારમાં તેજીનો આ સતત ત્રીજો દિવસ હતો. એ જ રીતે નિફ્ટી પણ 38 પોઈન્ટ વધીને 17,398ની સપાટીએ બંધ રહ્યો હતો.


ડૉલર વિરુદ્ધ રૂપિયાની મજબૂત શરૂઆત


અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાએ આજે ​​મજબૂત શરૂઆત કરી છે. રૂપિયો 27 પૈસાના વધારા સાથે ખુલ્યો હતો. રૂપિયો 82.33ની સામે ડોલરદીઠ 82.06 પર ખુલ્યો હતો.


યુએસમાં 4 દિવસની રેલી પર બ્રેક



  • સોમવારે 325 પોઈન્ટના વધારા બાદ ડાઉ ગઈકાલે 200 પોઈન્ટ લપસી ગયો હતો

  • NASDAQ પર 2 દિવસ નીચે, ગઈકાલે 0.5% નીચે

  • S&Pના 11માંથી 7 સેક્ટર બંધ થયા છે

  • આઈટી, ઈકોનોમી સાથે જોડાયેલા શેરો પર સૌથી વધુ દબાણ

  • નાના બેંકિંગ શેરો પણ દબાણમાં છે

  • જેપી મોર્ગને કહ્યું કે, બેન્કિંગ સંકટ હજુ સમાપ્ત થયું નથી

  • સુસ્ત આર્થિક ડેટાથી બજારના મૂડ પર અસર

  • 2 વર્ષમાં પહેલીવાર 1 કરોડની નીચે નવી જોબ ઓપનિંગ

  • 10-વર્ષના બોન્ડ યીલ્ડ ઘટીને 3.35%