Stock Market Today: સારા વૈશ્વિક સંકેતોના આધારે આજે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ 53500ની ઉપર ખુલ્યો છે. નિફ્ટીમાં પણ 15900ની ઉપરના લેવલ જોવા મળી રહ્યા છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજના કારોબારમાં BSE સેન્સેક્સ 266.44 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 53,501.21 પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 73.80 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઉછાળા સાથે 15,909.15 પર ખુલવામાં સફળ રહ્યો છે.


નિફ્ટીની ચાલ


આજના ટ્રેડમાં નિફ્ટીના 50માંથી 40 શેરોમાં તેજી છે અને 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2 શેર કોઈ ફેરફાર સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીની ચાલ પર નજર કરીએ તો તે 193.70 પોઈન્ટ અથવા 0.57 ટકાના વધારા સાથે 34134.60 પર ટ્રેડ કરી રહ્યો છે.


આજના કારોબારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેન્કો અને નાણાકીય સૂચકાંકોમાં અડધા ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઓટો અને આઈટી ઈન્ડેક્સમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. મેટલ, ફાર્મા, એફએમસીજી અને રિયલ્ટી સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.


હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 27 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં TECHM, TATASTEEL, NTPC, KOTAKBANK, ICICIBANK, SBIN અને TCS નો સમાવેશ થાય છે.


આજે ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ, બેંક, આઈટી, મેટલ અને કન્ઝ્યુમર ગુડ્સના શેરમાં સેક્ટરલ ઈન્ડેક્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રિયલ્ટી એકમાત્ર સેક્ટર છે જે ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે.


HDFC બેન્કે જણાવ્યું હતું કે તેને તેની મૂળ કંપની HDFC સાથે મર્જ કરવાના પ્રસ્તાવ માટે બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર RBIની મંજૂરી મળી છે. આ મર્જરને ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટો વ્યવહાર માનવામાં આવે છે. આ પહેલા સ્ટોક એક્સચેન્જ દ્વારા મર્જરને પણ મંજૂરી આપવામાં આવી છે.