Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે સારી ગતિ સાથે કારોબાર શરૂ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત તેજીનું વલણ છે અને આઈટી, બેન્કિંગ શેરોના કારણે બજાર ઉપર ચઢવામાં સફળ રહ્યું છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે BSE સેન્સેક્સ 53,170.70 ના સ્તર પર અને NSE નિફ્ટી 15,818.20 ના સ્તર પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ 53400 ને પાર કરી ગયો છે અને નિફ્ટી 15900 ની નજીક આવી ગયો છે.
ઓપનિંગ ટ્રેડ
આજે, શેરબજારના પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 283.74 પોઇન્ટ અથવા 0.53 ટકાના વધારા સાથે 53,418.09 પર ટ્રેડ કરી રહ્યો છે અને એનએસઇનો નિફ્ટી 59.30 પોઇન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 15,870.15 પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટીમાં ટ્રેડિંગની ચાલ
આજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50માંથી 40 શેરો તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 10 શેરોમાં લાલ નિશાન જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટી 301 પોઈન્ટના ઉછાળા સાથે 0.89 ટકાના દરે 34,116.90 પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટીના કયા સ્ટોકમાં આવ્યો ઉછાળો?
આજના ટ્રેડિંગમાં નિફ્ટીના વધતા શેરો પર નજર કરીએ તો એશિયન પેઈન્ટ્સ 2.83 ટકા અને આઈશર મોટર્સ 2.73 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સમાં 2.45 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. હીરો મોટોકોર્પ 1.57 ટકા અને બીપીસીએલ 1.56 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે.
નિફ્ટીના આ સ્ટોકમાં ઘટાડા સાથે ટ્રેડ
આજના ઘટાડા સાથે ટ્રેડ થનારા સ્ટોક વિશે વાત કરીએ તો, ONGC 4.63 ટકા, હિન્દાલ્કો 4.17 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.95 ટકા અને કોલ ઈન્ડિયા 1.86 ટકાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. NTPC 1.14 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
આજે કારોબાર દરમિયાન ટાટા મોટર્સ, બાયોકોન, અદાણી પાવર, ટાટા સ્ટીલ, સ્પાઈસ જેટ અને મેરીકો જેવા શેરો પર ફોકસ રહેશે.