Stock Market Today: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારની શાનદાર શરૂઆત થઈ છે. તમામ સેક્ટર લીલા નિશાનમાં ખૂલ્યા છે. આજે બેંક નિફ્ટીમાં જોરદાર ઉછાળા સાથે ખૂલી છે અને તે ઓલ ટાઈમ હાઈની નજીક આવી ગઈ છે. આજે રૂપિયાની શરૂઆત પણ મજબૂત રહી છે અને તે 33 પૈસાના વધારા સાથે ખુલ્યો છે. રૂપિયામાં શરૂઆતી કારોબારમાં પ્રતિ ડોલર 82.11 રૂપિયાનું સ્તર જોવા મળી રહ્યું છે.
આજે બજાર કેવી રીતે ખુલ્યું બજાર
આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 237.77 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 61,188 પર ખુલ્યો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 94.60 પોઈન્ટ અથવા 0.52 ટકાની મજબૂતાઈ સાથે 18,211 પર ખુલવામાં સફળ રહ્યો છે.
બજારનું પ્રી-ઓપનિંગ કેવું હતું
આજે, શેરબજારની શરૂઆત પહેલા, BSE સેન્સેક્સ 15 અંકોના નજીવા વધારા સાથે 60965 ના સ્તર પર જોવામાં આવ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 93 અંક અથવા 0.51 ટકાના વધારા સાથે 18210 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. . ઓપનિંગમાં સેન્સેક્સ વારંવાર લાલ નિશાનમાં સરકી રહ્યો હતો અને ભાગ્યે જ લીલા નિશાનમાં આવી રહ્યો હતો.
ગત સપ્તાહે કેવું રહ્યું માર્કેટ
ઇક્વિટી માર્કેટમાં તેજીના વલણ વચ્ચે ગયા સપ્તાહે ટોચની દસ મૂલ્યવાન કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડીમાં રૂ. 1,33,707.42 કરોડનો વધારો થયો છે. સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં નોંધાયો હતો. ગયા સપ્તાહે, BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 990.51 પોઈન્ટ્સ અથવા 1.65 ટકા વધ્યો હતો. તેના કારણે ટોચની કંપનીઓની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો હતો. ટોચની દસ કંપનીઓમાંથી સાતની મૂડીમાં રૂ. 1.33 લાખ કરોડનો વધારો થયો છે.
ટોપ 10માંથી 7 કંપનીઓના માર્કેટ કેપમાં વધારો
ટોચની દસ મૂલ્યવાન કંપનીઓમાં, RIL, Tata Consultancy Services (TCS), HDFC બેન્ક, Infosys, State Bank of India (SBI), HDFC Ltd અને ITCના માર્કેટ કેપમાં વધારો થયો છે. બીજી તરફ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને ભારતી એરટેલની માર્કેટ મૂડીમાં ઘટાડો નોંધાયો હતો.
નોટબંધીના છ વર્ષ બાદ લોકો પાસે રોકડ વધીને પહોંચી રેકોર્ડ સ્તર પર
8 નવેમ્બરે દેશમાં નોટબંધીના છ વર્ષ પૂર્ણ થશે અને આજે પણ નોટબંધી સફળ રહી કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. ઘણા નાણાકીય નિષ્ણાતો કહે છે કે નોટબંધી કાળા નાણાને ઘટાડવાના તેના ઉદ્દેશ્યમાં સફળ થઈ, જ્યારે ઘણા નિષ્ણાતો માને છે કે તે સંપૂર્ણ નિષ્ફળતા હતી. હવે એક ડેટા સામે આવ્યો છે જે દર્શાવે છે કે દેશમાં રોકડનો ઉપયોગ હજુ પણ પુષ્કળ પ્રમાણમાં છે અને આરબીઆઈના આ ડેટા પછી નોટબંધી અંગેની ચર્ચા ફરી એકવાર શરૂ થાય તેવી શક્યતા છે.
દેશમાં જનતા પાસે કેટલી રોકડ છે
21 ઓક્ટોબર, 2022 સુધીમાં, જનતા પાસે ઉપલબ્ધ રોકડ રૂ. 30.88 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે નોટબંધીના છ વર્ષ પછી પણ દેશમાં રોકડનો પુષ્કળ ઉપયોગ ચાલુ છે. આ આંકડો 4 નવેમ્બર, 2016ના રોજ પૂરા થયેલા પખવાડિયામાં ચલણમાં રહેલા ચલણના સ્તર કરતાં 71.84 ટકા વધારે છે.
રોકડ રૂ. 30.88 લાખ કરોડના રેકોર્ડ સ્તરે છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પખવાડિયાના ધોરણે જાહેર કરાયેલા નાણાં પુરવઠાના આંકડા અનુસાર, આ વર્ષે 21 ઓક્ટોબર સુધી લોકોમાં ચલણમાં ચલણનું સ્તર વધીને રૂ. 30.88 લાખ કરોડ થઈ ગયું છે. 4 નવેમ્બર 2016ના રોજ પૂરા થયેલા પખવાડિયામાં આ આંકડો 17.7 લાખ કરોડ રૂપિયા હતો.