Stock Market Today: આજે શેરબજાર માટે ઘણા સારા સંકેત છે અને સાપ્તાહિક એક્સપાયરી ના દિવસે બજાર તેજી સાથે ખુલ્યું છે. ફાર્મા, ઓટો, એફએમસીજી અને આઈટી શેરોમાં તેજીના કારણે સ્થાનિક શેરબજાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટીએ 17750 ના સ્તરને પાર કરી લીધું છે અને સેન્સેક્સ 59400 ની ઉપર પહોંચી ગયો છે.


બજાર કેવી રીતે ખુલ્યું


આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 346.08 પોઈન્ટ અથવા 0.59 ટકા વધીને 59,374.99 પર અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 123.75 પોઈન્ટ વધીને 0.70 ટકા વધીને 17,748 પર ખુલ્યો હતો.


સેક્ટોરલ ઇન્ડેક્સ


બજારમાં આજે ચોતરફ ખરીદી છે. બેંક, ફાઈનાન્શિયલ અને આઈટર શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. નિફ્ટી પરના ત્રણેય સૂચકાંકો લગભગ 1 ટકા મજબૂત થયા છે. ઓટો ઈન્ડેક્સમાં પણ લગભગ 1 ટકાનો વધારો થયો છે. મેટલ, ફાર્મા, એફએમસીજી અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં છે.


હેવીવેઇટ શેરર્સ ખરીદી રહ્યા છે. સેન્સેક્સ 30ના 30 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં TECHM, INDUSINDBK, INFY, ICICIBANK, WIPRO, M&M, ITCનો સમાવેશ થાય છે.


વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ


આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. તે જ સમયે, બુધવારે યુએસ બજારોમાં વધારો જોવા મળ્યો છે. બુધવારે ડાઉ જોન્સ 435.98 પોઈન્ટ અથવા 1.40 ટકા વધીને 31,581.28 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.83 ટકા વધીને 3,979.87 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક 2.14 ટકા વધીને 11,791.90ના સ્તરે બંધ રહ્યો હતો.


બ્રેન્ટ ક્રૂડ નરમ


બ્રેન્ટ ક્રૂડ નરમ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 89 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. જ્યારે યુએસ ક્રૂડ પ્રતિ બેરલ $83 પર છે; યુએસમાં 10-વર્ષની બોન્ડ યીલ્ડ 3.239 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી 0.65 ટકા ઉપર છે, જ્યારે Nikkei 225 પણ 2 ટકા ઉપર છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.86 ટકા ઉપર છે, જ્યારે હેંગ સેંગ 0.51 ટકા નીચે છે; તાઇવાન વેઇટેડ 0.53 ટકા અને કોસ્પી 0.58 ટકા મજબૂત છે. જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.15 ટકા નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે.


પ્રી-ઓપનિંગમાં બજાર કેવું હતું


આજના પ્રી-ઓપનિંગમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી અને BSE સેન્સેક્સ 341 અંક વધીને 59370 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 88 પોઈન્ટના વધારા સાથે 17712 પર ટ્રેડ કરી રહ્યો હતો.