Stock Market Today: સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ગુરુવારે ઉછાળા સાથે બંધ થયેલા બજારોની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62570.68ની સામે 120.18 પોઈન્ટ વધીને 62690.86 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18609.35ની સામે 53.05 પોઈન્ટ વધીને 18662.4 પર ખુલ્યો હતો.
આજે બજારમાં લગભગ દરેક સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર માત્ર આઈટી ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે. બેંક, નાણાકીય સૂચકાંક લીલા નિશાનમાં છે. ઓટો, મેટલ અને ફાર્મા શેરોમાં પણ ખરીદારી છે.
હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 27 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેઇનર્સમાં TATASTEEL, HUL, DRREDDY, M&M, INDUSINDBK, NTPC, LT, SBIનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં HCL, Tech મહિન્દ્રા, ઇન્ફોસિસનો સમાવેશ થાય છે.
SGX નિફ્ટી ઉપર
SGX નિફ્ટી લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. તે 77 પોઈન્ટના વધારા સાથે 18,804 પર ટ્રેડ કરી રહ્યો છે. જેના કારણે એવું માનવામાં આવે છે કે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલશે.
આ શેરો પર નજર રાખો
Paytmના શેરમાં ઘટાડાને રોકવા માટે કંપનીએ બાયબેક કરવાનો નિર્ણય લીધો છે. આ માટે 13મી ડિસેમ્બરે બોર્ડની બેઠક મળશે. આ સમાચારને કારણે Paytmના સ્ટોકમાં હલચલ જોવા મળી શકે છે. Easytrip ના બોનસ શેર આજથી ટ્રેડ થશે.
યુએસ માર્કેટ જોરદાર બંધ
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં યુએસ શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું છે. નાસ્ડેક 123 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો જ્યારે ડાઉ જોન્સ 183 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.
એશિયન બજારની સ્થિતિ
મોટાભાગના એશિયન શેરબજારો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. નિક્કી, સ્ટ્રેટ ટાઈમ્સ, તાઈવાન, કોસ્પી બજારો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે, જ્યારે શાંઘાઈ, જકાર્તા, હેંગસેંગના બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ
8મી ડિસેમ્બરે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી હતી. વિદેશી રોકાણકારોએ રૂ. 1131.67 કરોડના શેર વેચ્યા છે. તેનાથી વિપરીત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો તરફથી ખરીદી જોવા મળી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 772 કરોડના શેર ખરીદ્યા છે.
ક્રૂડમાં ઘટાડો
ક્રૂડ ઓઈલના મોરચે બજાર માટે સારા સંકેતો છે.ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ ડોલર 77 બેરલની નીચે આવી ગઈ છે