Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે તૈજી સાથે શરૂઆત થઈ છે. ગઈકાલે પણ બજારમાં તેજી જોવા મળી હતી જે આજે પણ આગળ વધી રહી છે. 


સેન્સેક્સ 203.15 પોઈન્ટ અથવા 0.34% વધીને 60,049.66 પર હતો અને નિફ્ટી 62 પોઈન્ટ અથવા 0.35% વધીને 17,686 પર હતો. લગભગ 1382 શેર વધ્યા, 491 શેર ઘટ્યા અને 75 શેર યથાવત.


નિફ્ટીમાં કોટક મહિન્દ્રા બેંક, અદાણી એન્ટરપ્રાઇઝિસ, HDFC લાઇફ, અદાણી પોર્ટ્સ અને સન ફાર્મા સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે TCS, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને HDFC સૌથી વધુ ઘટ્યા હતા. 


સેન્સેક્સ-નિફ્ટી શેરની શું સ્થિતિ છે


સેન્સેક્સના 30 શેરોમાંથી, 25 મજબૂતાઈના લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 5 શેરો ડાઉન છે. આ સિવાય નિફ્ટીના 50માંથી 44 શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. 6 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.


સેન્સેક્સના કયા શેરોમાં આજે તેજી જોવા મળી રહી છે


સેન્સેક્સ શેરોમાં કોટક બેન્ક 4.27 ટકા અને SBI 1.62 ટકા ઉપર છે. સન ફાર્મા 1.12 ટકા અને બજાજ ફિનસર્વ 1.01 ટકા ઉપર છે. મારુતિ 0.96 ટકા અને ITC 0.95 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.


એશિયન બજારોની વાત કરીએ તો નિક્કી, કોસ્પી અને હેંગસેંગમાં પણ તેજી જોવા મળી રહી છે. આ સિવાય યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. ફુગાવાના ડેટા પહેલા યુએસ માર્કેટ સાવધ દેખાઈ રહ્યું છે.


નોંધનીય છે કે, CPI ડેટા 12 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. બજાર આ આંકડાઓ પર નજર રાખશે.


સોમવારે બજાર કેવું હતું


સ્થાનિક શેરબજારોમાં સોમવારે સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં વધારો ચાલુ રહ્યો હતો અને બંને બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લીડ પર હતા. જોકે, કંપનીઓના ત્રિમાસિક પરિણામો પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.


30 શેરવાળો સેન્સેક્સ 13.54 પોઈન્ટ અથવા 0.02 ટકાના નજીવા વધારા સાથે 59,846.51 પર બંધ થયો હતો. એક સમયે તે ટ્રેડિંગ દરમિયાન 276.14 પોઈન્ટ સુધી ચઢી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 24.90 પોઈન્ટ એટલે કે 0.14 ટકાના વધારા સાથે 17,624.05 પોઈન્ટ પર બંધ થયો હતો.


સેન્સેક્સ કંપનીઓમાં ટાટા મોટર્સ પાંચ ટકાના વધારા સાથે ટોપ ગેઇનર હતી. આ ઉપરાંત વિપ્રો, પાવર ગ્રીડ, લાર્સન એન્ડ ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, એનટીપીસી, ટાઇટન, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને એચસીએલ ટેક્નોલોજીએ પણ વેગ પકડ્યો હતો.