Stock Market Today: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર આજે એટલે કે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે (બુધવાર) તેજી સાથે શરૂઆત થઈ છે. આજે GIFT નિફ્ટી પણ ફ્લેટ ખુલ્યો હતો અને 19,500 ના સ્તરની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો હતો.


સેન્સેક્સ 149.65 પોઈન્ટ અથવા 0.23% વધીને 65,767.49 પર અને નિફ્ટી 50.20 પોઈન્ટ અથવા 0.26% વધીને 19,489.60 પર હતો. લગભગ 1447 શેર વધ્યા, 482 શેર ઘટ્યા અને 129 શેર યથાવત.


LTIMindtree, JSW સ્ટીલ, ITC, ONGC અને ટાઇટન કંપનીએ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે IndusInd બેન્ક, M&M, મારુતિ સુઝુકી, ડૉ. રેડ્ડીઝ લેબ્સ અને સિપ્લાને ટોપ લુઝર્સ હતા. 


અમેરિકા તરફથી વ્યાજદરમાં વધારો થવાના સંકેત


અમેરિકી બજાર ગઈકાલે તેજી સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 317 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. સેલ્સફોર્સ, 3M અને બોઇંગ દ્વારા ડાઉને પ્રોત્સાહન મળ્યું હતું. નાસ્ડેક ગઈ કાલે 0.55 ટકા વધીને બંધ થયો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 0.67 ટકા વધીને બંધ થયા છે. ગઈકાલના વેપારમાં, 3M 5 ટકા, સેલ્સફોર્સ 4 ટકા અને બોઇંગ 3 ટકા ઉપર હતા.


દરમિયાન અમેરિકા તરફથી વ્યાજદરમાં વધારો થવાના સંકેતો મળી રહ્યા છે. યુએસ ફેડના 3 અધિકારીઓ દર વધારવાની તરફેણમાં છે. તેઓ માને છે કે મોંઘવારી ઘટાડવા માટે દરમાં વધારો કરવો જરૂરી છે. ફેડના અધિકારી મેરી ડેલી કહે છે કે આ વર્ષે દરમાં વધારો કરવો જરૂરી છે. મેરી ડેલી સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ છે. યુએસ ફેડ ફુગાવાનો દર 2 ટકા સુધી નીચે લાવવા માંગે છે.


એશિયન બજાર


એશિયાઈ બજારોમાં આજે નબળાઈ જોવા મળી રહી છે. GIFT NIFTY 8 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, નિક્કી લગભગ 1.10 ટકાના ઘટાડા સાથે 31848.58 ની આસપાસ જોવા મળી રહ્યો છે. જો કે, સ્ટ્રેટ ટાઈમ્સમાં વધારો છે. તે 0.25 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, તાઈવાનનું બજાર 0.08 ટકાના ઘટાડા સાથે 16892.51 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ આજે બંધ છે. તે જ સમયે, કોસ્પીમાં 0.28 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 3218.74 ના સ્તરે 0.08 ટકાનો ઘટાડો દર્શાવે છે.


NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર


8 શેરો મણપ્પુરમ ફાઇનાન્સ, BHEL, ડેલ્ટા કોર્પ, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, ઇન્ડિયા સિમેન્ટ્સ, પંજાબ નેશનલ બેન્ક અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ 12 જુલાઇના રોજ NSE પર F&O પ્રતિબંધ હેઠળ છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.


FII અને DIIના આંકડા


11 જુલાઈના રોજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 1197.38 કરોડની ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ દિવસે રૂ. 7.25 કરોડનું વેચાણ કર્યું હતું.