Stock Market Today: વિશ્વભરમાં વધતી મંદી અને વૈશ્વિક દબાણના કારણે ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત થઈ છે. આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57,147.32ની સામે 165.17 પોઈન્ટ વધીને 57312.49 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 16983.55ની સામે 42 પોઈન્ટ વધીને 17025.55 પર ખુલ્યો હતો.


સ્થાનિક શેરબજારમાં આજે ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો મજબૂત થયા છે. સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે તો નિફ્ટી 17000ને પાર કરી ગયો છે. આજના કારોબારમાં આઈટી શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે. ઓટો અને મેટલ શેરોમાં મામૂલી દબાણ છે. નિફ્ટી પર બેંક, ફાઇનાન્શિયલ અને ફાર્મા ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે. FMCG અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે. હાલમાં સેન્સેક્સ 105 અંક વધીને 57252 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 33 અંક વધીને 17017ના સ્તરે છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી છે. સેન્સેક્સ 30ના 23 શેરો લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં HCLTECH, POWERGRID, NTPC, HUL, TCS, TECHM, WIPRO, INFYનો સમાવેશ થાય છે.


ભારતીય રૂપિયો ઊંચામાં ખુલ્યો


ભારતીય રૂપિયો બુધવારે 82.32 ના પાછલા બંધની સામે 82.27 પ્રતિ ડોલર પર નજીવો ઊંચો ખુલ્યો હતો.


યુએસ અને યુરોપિયન બજારો ખરાબ સ્થિતિમાં છે


અમેરિકા અને યુરોપના બજારોમાં ઘટાડો ચાલુ છે. યુએસના તમામ મુખ્ય શેરબજારો ઘટાડા સાથે બંધ થયા છે. આ દરમિયાન, S&P માં 0.65 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો, જ્યારે નાસ્ડેકમાં 1.10 ટકાનો ઘટાડો થયો. બીજી તરફ યુરોપના મુખ્ય બજારોમાં પણ આ જ સ્થિતિ પ્રવર્તી હતી. જર્મનીના સ્ટોક એક્સચેન્જ DAXમાં 0.43 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ફ્રાન્સના શેરબજાર CAC 0.13 ટકા ઘટીને બંધ થયા છે. આ સિવાય લંડનનું સ્ટોક એક્સચેન્જ FTSE 1.06 ટકાના ઘટાડા સાથે બંધ થયું.


એશિયન બજારોની સ્થિતિ


આજે સિંગાપોર અને જાપાનના શેરબજાર સિવાય તમામ મુખ્ય એશિયન બજારો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે વધારા સાથે ખુલ્યો અને 0.19 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, જાપાનનો નિક્કી 0.95 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો. બીજી તરફ તાઈવાનનું શેરબજાર 0.63 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આ સિવાય દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.


ગઈકાલે BSE સેન્સેક્સ 844 પોઈન્ટ અથવા 1.46 ટકા ઘટીને 57,147 પર, જ્યારે નિફ્ટી 257 પોઈન્ટ અથવા 1.5 ટકા ઘટીને 16,983 પર આવી ગયો હતો. આ દરમિયાન તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું.