Stock Market Today: વૈશ્વિક બજારમાંથી મળતા સકારાત્મક સંકેતોની વચ્ચે આજે ભારતીય શેરબજારમાં સતત ચાર દિવસના ઘટાડા બાદ તેજી સાથે શરૂઆત થઈ છે. 


આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57900.19ની સામે 368.35 પોઈન્ટ વધીને 58268.54 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17043.3ની સામે 123.15 પોઈન્ટ વધીને 17166.45 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39411.4ની સામે 366.50 પોઈન્ટ વધીને 39777.9 પર ખુલ્યો હતો.


09:16 કલાક પર, સેન્સેક્સ 565.24 પોઈન્ટ અથવા 0.98% વધીને 58,465.43 પર અને નિફ્ટી 164.70 પોઈન્ટ અથવા 0.97% વધીને 17,208 પર હતો. લગભગ 1450 શેર વધ્યા, 389 શેર ઘટ્યા અને 85 શેર યથાવત.


અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, મારુતિ સુઝુકી અને બજાજ ફિનસર્વ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે ભારતી એરટેલ, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને ઓએનજીસી સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા. 


સેન્સેક્સમાં વધનારા-ઘટનારા સ્ટોક




સેક્ટરની ચાલ




વૈશ્વિક બજારોમાંથી આજે એટલે કે 15મી માર્ચે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. જેના કારણે એવો અંદાજ છે કે ભારતીય શેરબજારમાં પણ જોરદાર શરૂઆત થઈ શકે છે.


યુએસમાં ફેબ્રુઆરીના ફુગાવાના આંકડામાં ઘટાડો થયો છે, જે વાર્ષિક ધોરણે 6.4% થી ઘટીને 6% થયો છે. તેના કારણે અમેરિકન, યુરોપિયન સહિત એશિયન માર્કેટમાં મજબૂતી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી 1 ટકાનો ઉછાળો નોંધાવી રહ્યો છે. નિક્કી 225, કોસ્પી, કોસ્ડેક, ટોપિક્સ અને એસએન્ડપી 200 સૂચકાંકો 2 ટકા સુધી વધ્યા હતા.


આ સમયે, SGX નિફ્ટી પણ અડધા ટકા ઉપર છે, જ્યારે ડાઉ જોન્સ પણ 350 પોઈન્ટ ઉપર છે.


કોમોડિટી માર્કેટમાં, બ્રેન્ટ ક્રૂડ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ અનુક્રમે બેરલ દીઠ $78 અને $72 પ્રતિ બેરલ પર 1 ટકાથી વધુ ચઢ્યા હતા.


FIIs-DII ના આંકડા


મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 3,087 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રૂ. 2,122 કરોડના શેર ખરીદ્યા હતા. આ મહિને અત્યાર સુધીમાં FII દ્વારા કુલ રૂ. 9,728 કરોડની ખરીદી થઈ છે. જ્યારે આ મહિને DIIની કુલ ખરીદી રૂ. 10,470 કરોડની રહી છે.


મંગળવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો


છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ લગભગ 2400 પોઈન્ટ્સ તૂટ્યો છે અને મહત્વપૂર્ણ સ્તરોથી નીચે સરકી ગયો છે. ગઈકાલના કારોબારમાં સેન્સેક્સ 338 પોઈન્ટ ઘટીને 57,900 થયો હતો. નિફ્ટીમાં પણ ગઈકાલે ટ્રેડિંગ 111 પોઈન્ટના ઘટાડા સાથે 17,043ના સ્તરે બંધ થયું હતું. બંને બેન્ચમાર્ક સૂચકાંકો મંગળવારે તેમની 200 દિવસની સરળ મૂવિંગ એવરેજ અને 200 દિવસની ઘાતાંકીય મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ કરી રહ્યા હતા. માર્કેટમાં ગઈકાલે ફાર્મા, મીડિયા અને હેલ્થકેર સેક્ટરને બાદ કરતાં તમામ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ છે.