Stock Market Today: આજે વૈશ્વિક બજારમાં તેજીની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી છે. છેલ્લા 5-6 દિવસના કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં સારી તેજી સાથે શરૂઆત થઈ છે. 


આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57634.84ની સામે 403.33 પોઈન્ટ વધીને 58038.17 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 16985.6ની સામે 126.20 પોઈન્ટ વધીને 17111.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39132.6ની સામે 309.80 પોઈન્ટ વધીને 39442.4 પર ખુલ્યો હતો.


બજાર ખુલતાં જ સેન્સેક્સ 463.05 પોઈન્ટ અથવા 0.80% વધીને 58,097.89 પર અને નિફ્ટી 136.20 પોઈન્ટ અથવા 0.80% વધીને 17,121.80 પર હતો. લગભગ 1489 શેર વધ્યા, 378 શેર ઘટ્યા અને 93 શેર યથાવત.


અદાણી એન્ટરપ્રાઈઝ, ઈન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજીસ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા સ્ટીલ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે આઇશર મોટર્સ, હીરો મોટોકોર્પ, સન ફાર્મા, ભારતી એરટેલ અને સિપ્લા સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.


વૈશ્વિક બજારમાં પાછી મળેલી તેજ માટેનું મુખ્ય ટ્રિગર ક્રેડિટ સુઈસમાં વધારો અને ECB દ્વારા વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો છે. પરિણામે, DAX, CAC, FTSE 2% સુધી ઉછળીને બંધ થયા. ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં તીવ્ર ઘટાડાથી યુએસ બજારોમાં સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે એશિયન બજારોમાં જોરદાર કારોબાર જોવા મળી રહ્યો છે.


વૈશ્વિક સંકેતો બજાર માટે સારા છે. એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. SGX નિફ્ટી 125 પોઈન્ટ વધીને ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકન બજારો ગઈ કાલે અઢી ટકા સુધી ચઢી ગયા હતા. ફર્સ્ટ રિપબ્લિક બેંકને રાહત મળ્યા બાદ યુએસ માર્કેટમાં તેજી જોવા મળી હતી. 11 બેંકોએ રાહત તરીકે 3000 કરોડ ડોલર આપવાની વાત કરી છે.


સેન્સેક્સમાં વધનારા-ઘટનારા સ્ટોક




સેક્ટરની ચાલ




ECBએ વ્યાજ વધાર્યું 0.5%


યુરોપિયન સેન્ટ્રલ બેંકે યુએસ અને યુરોપમાં નાણાકીય કટોકટી હોવા છતાં વ્યાજમાં 0.5% વધારો કર્યો છે. નવા દરો વધીને 3% થયા પરંતુ ECBએ કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ બેંકિંગ સિસ્ટમમાં તરલતા દાખલ કરશે.


FII અને DIIના આંકડા


16 માર્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 282.06 કરોડનું વેચાણ કર્યું હતું. તે જ દિવસે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2,051.45 કરોડની ખરીદી કરી હતી.


NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર


17મી માર્ચના રોજ NSE પર ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને GNFC F&O પર માત્ર 2 જ શેરો પ્રતિબંધ હેઠળ છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.


ગઈકાલનું બજાર કેવું હતું


સતત પાંચ દિવસ સુધી શેરબજારમાં ઘટાડાનો દોર ગઈકાલે એટલે કે ગુરુવારે સમાપ્ત થયો. વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે સ્થાનિક બજારો આજના કારોબારમાં તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સમાં 79 પોઈન્ટનો વધારો થયો હતો, જ્યારે નિફ્ટી 13 પોઈન્ટના મામૂલી વધારા સાથે 17,000ની નજીક પહોંચી ગયો હતો.


BSE નો 30 શેરો વાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 78.94 પોઈન્ટ્સ અથવા 0.14 ટકા વધીને 57,634.84 ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ઊંચામાં 57,887.46 સુધી ગયો અને તળિયે 57,158.69 પર આવ્યો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 13.45 પોઈન્ટ એટલે કે 0.08 ટકા વધ્યો હતો. નિફ્ટી ટ્રેડિંગના અંતે 16,985.60 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 17,062.45ની ઊંચી અને 16,850.15ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.