Stock Market Today: સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સ્થાનિક બજારની શરૂઆત સારી થઈ છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. એશિયન, યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે 398.94 પોઈન્ટ અથવા 0.74 ટકા ઉપર છે. આ વધારા સાથે સેન્સેક્સ 54,159.72 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 126.00 પોઈન્ટ અથવા 0.79 ટકાના વધારા સાથે 16,175.20 ના સ્તર પર છે.


ડાઉ જોન્સ 650 પોઈન્ટ ઉપર


વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે નિક્કી, શાંઘાઈ, કોસ્પીમાં સારો ઉછાળો છે. આ સિવાય અમેરિકી બજારો પર નજર કરીએ તો ડાઉ જોન્સ 658 પોઈન્ટ ઉપર દેખાઈ રહ્યો છે. આ સિવાય નાસ્ડેકમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.


આજના ટ્રેડિંગમાં ચારે બાજુ તેજી છે. નિફ્ટી પર આઇટી ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યો છે. બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો ઈન્ડેક્સ પણ અડધા ટકાથી વધુ ઉપર છે. રિયલ્ટી, એફએમસીજી, મેટલ અને ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે.


હેવીવેઇટ શેરોમાં ખરીદી છે. સેન્સેક્સ 30ના 27 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં INFY, TECHM, SUNPHARMA, TATASTEEL, WIPRO, INDUSINDBK અને LT નો સમાવેશ થાય છે.


ટોપ ગેઇનર અને લોઝર સ્ટોક્સ


સેન્સેક્સના ટોપ 30માંથી 3 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય 27 શેરમાં સારી ખરીદી થઈ રહી છે. આજે M&M સેક્ટર ટોપ લૂઝર છે. આ સિવાય ઈન્ફોસિસના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ટ્રેડિંગ સેશનમાં ઈન્ફોસિસ ટોપ ગેનર છે.