Stock Market Today: ભારતીય શેરબજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ છે અને આઈટી શેરો, બેંક શેરોના ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારો નીચલા સ્તરે ખુલ્યા છે. ભારતીય બજારોને વૈશ્વિક બજારોમાંથી વધુ ટેકો મળ્યો નથી અને બજારની શરૂઆત લાલ નિશાન સાથે થઈ છે.


આજે સ્થાનિક શેરબજાર કેવી રીતે ખુલ્યું


આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 269.27 પોઈન્ટ્સ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 54,251.88 પર ખુલ્યો. એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 91.45 પોઈન્ટ અથવા 0.56 ટકાના ઘટાડા સાથે 16,187.05 પર ખુલ્યો.


આજના કારોબારમાં આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર આઈટી ઈન્ડેક્સ અડધા ટકાથી વધુ નબળો પડ્યો છે. બેન્ક, ફાઈનાન્શિયલ અને એફએમસીજી ઈન્ડેક્સમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. જોકે ઓટો, મેટલ અને ફાર્મા ઈન્ડેક્સ લીલા નિશાનમાં છે. હાલમાં સેન્સેક્સમાં 164 અંકોની નબળાઈ છે અને તે 54358 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફતાહ 43 પોઈન્ટ ઘટીને 16236 ના સ્તર પર છે.


હેવીવેઈટ શેરોમાં વેચવાલી થઈ રહી છે. સેન્સેક્સ 30ના 8 શેરો લીલા નિશાનમાં છે અને 22 લાલ નિશાનમાં છે. આજના ટોપ લૂઝર્સમાં HCLTECH, BAJAJFINSV, HUL, TECHM, INFY, TITAN અને TCS નો સમાવેશ થાય છે.


નિફ્ટીની ચાલ કેવી છે


આજે, NSE નિફ્ટીના તમામ 50 શેરોમાંથી, ફક્ત 18 શેરો જ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બાકીના 32 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન વર્ચસ્વ ધરાવે છે. બેન્ક નિફ્ટી 122.75 અંક એટલે કે 0.35 ટકા ઘટીને 35,235.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.


અમેરિકન બજારમાં કડાકો


સપ્તાહની શરૂઆત અમેરિકી શેરબજારમાં ઘટાડા સાથે થઈ છે. ફુગાવો ચાર દાયકાની ટોચે જવાના ભયથી રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે અને ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે. આ જ કારણ હતું કે અમેરિકાના મુખ્ય સ્ટોક એક્સચેન્જ NASDAQ પર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વેચાણમાં 0.81 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.