Stock Market Today: સ્થાનિક શેરબજારની ગતિવિધિ આજે ખૂબ જ સુસ્ત દેખાઈ રહી છે અને સેન્સેક્સ તેની શરૂઆતમાં 350 પોઈન્ટથી વધુ તૂટી ગયો છે. નિફ્ટીમાં પણ બજાર ખુલતાની સાથે જ 17000 ની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 39300 ના સ્તરની નીચે આવી ગયો છે. આઈટી શેરોમાં જોરદાર વેચવાલીથી શેરબજાર તૂટી રહ્યું છે.


આજે બજાર કેવી રીતે ખુલ્યું


આજની શરૂઆતે BSE સેન્સેક્સ 216.38 પોઈન્ટ એટલે કે 0.37 ટકાના ઘટાડા સાથે 57773 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નો નિફ્ટી 33.45 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 17066 ના સ્તર પર છે.


સેન્સેક્સ-નિફ્ટીની શું સ્થિતિ છે


આજે શેરબજારની હાલત ખરાબ દેખાઈ રહી છે અને સેન્સેક્સના 30માંથી માત્ર 2 શેરોમાં જ તેજી જોવા મળી રહી છે અને 28 શેરોમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી વિશે વાત કરીએ તો, 50 માંથી માત્ર 5 શેરો જ લીલા નિશાનમાં છે અને 45 શેર લાલ નિશાનમાં છે.


આજના કારોબારમાં મોટાભાગના સેક્ટરમાં વેચવાલી છે. નિફ્ટી પર મેટલ અને આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ નબળો પડ્યો છે.


સૌથી વધુ વધનારા-ઘટનારા સ્ટોક


આજના કારોબારમાં હેવીવેઈટ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 28 શેરો લાલ નિશાનમાં છે અને 2 લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં TITAN, HULનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં TCS, Infosys, TATASTEEL, M&M, SBI, મારુતિ, HDFC બેન્ક, ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. આજના કારોબારમાં બેંક, મેટલ, આઈટી, ઓટો અને ફાઈનાન્શિયલ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. અન્ય ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં છે.


સેન્સેક્સના કયા શેરો વધી રહ્યા છે?


આજે સેન્સેક્સના માત્ર 2 શેર જ ઉપર છે, એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર અને ટાઇટન. ઘટતા શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક, L&T, નેસ્લે, NTPC, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ, ITC, HDFC, સન ફાર્મા, મારુતિ, HCL ટેક અને પાવરગ્રીડ સૌથી વધુ તૂટ્યા છે.


પ્રી-ઓપનમાં બજાર કેવું હતું


પ્રી-ઓપનમાં પણ આજે બજાર ઘટાડા સાથે કારોબાર કરતું જોવા મળ્યું હતું. એશિયાઈ બજારોમાં આજે ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને ભારતીય શેરબજારને વૈશ્વિક સંકેતોથી કોઈ ટેકો નથી મળી રહ્યો.