Stock Market Today: આજના કારોબારમાં શેરબજાર સારા ઉછાળા સાથે ખુલ્યું છે. સેન્સેક્સમાં 400 પોઈન્ટના વધારા સાથે 57,458 ના સ્તર પર ટ્રેડિંગ કરી રહ્યું છે. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ વધીને 17,200ની ઉપર ખુલ્યો છે.


સેન્સેક્સ 358.86 પોઈન્ટ અથવા 0.63 ટકાના વધારા સાથે 57396.36 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 105.60 પોઈન્ટ અથવા 0.62 ટકાના વધારા સાથે 17242.10 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.


પ્રોક્ટર એન્ડ ગેમ્બલના મજબૂત પરિણામો દ્વારા ઇન્ડેક્સને ટેકો મળ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 4,459.45 ના સ્તર પર સપાટ બંધ રહ્યો હતો. બીજી તરફ Nasdaq Composite 1.2 ટકા ઘટીને 13,453.07 ના સ્તરે બંધ રહ્યો હતો.


નિફ્ટીની ચાલ


વીકલી એક્સપાયરીનાં દિવસે, નિફ્ટીના 50માંથી 39 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને 11 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં છે. બેંક નિફ્ટીમાં પણ આજે ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 221 પોઈન્ટના ઉછાળા બાદ 36,536ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


પરિણામો પછી નેટફ્લિક્સનો સ્ટોક 35 ટકા ઘટ્યો છે. આ સિવાય રોકાણકારોની નજર પણ બોન્ડ માર્કેટ પર છે. 10-વર્ષના યુએસ બોન્ડની ઉપજ 2.94 ટકાને સ્પર્શી ગઈ છે, જે 2018ના છેલ્લા મહિનાઓ પછી સૌથી વધુ છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 107 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે.


એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી 0.57 ટકા ઉપર છે, જ્યારે Nikkei 225માં 1.07 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સ પણ 0.41 ટકા મજબૂત દેખાઈ રહી છે. જોકે, હેંગસેંગમાં 0.71 ટકાની નબળાઈ છે. તાઈવાન વેઈટેડ 0.15 ટકા અને કોસ્પી 0.66 ટકા ઉપર છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.08 ટકા ડાઉન છે.


પ્રી-ઓપનમાં બજાર


આજે, શેરબજારમાં પ્રી-ઓપનમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે અને BSE 30-શેર ઈન્ડેક્સ સેન્સેક્સ 421.10 પોઈન્ટ્સ અથવા 0.74 ટકાના વધારા સાથે 57,458 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 97.50 પોઈન્ટ અથવા 0.57 ટકાના વધારા સાથે 17,234 પર ટ્રેડ કરી રહ્યો છે.