Stock Market Today: શેરબજારમાં આજે અસ્થિરતાના સંકેત દેખાઈ રહ્યા છે. જ્યારે નિફ્ટી પ્રી-ઓપનિંગમાં લાલ નિશાનમાં હતો, બજાર ખુલતાની સાથે જ લીલા નિશાનમાં પાછું ફર્યું. આજે બજારની સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ છે અને રોકાણકારોની ખરીદીને કારણે ભારતીય શેરબજાર ઉપરની રેન્જમાં રહેવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 5.60 પોઈન્ટ્સ અથવા 0.010 ટકાના ઘટાડા સાથે 55,391.93 પર ખુલ્યો અને NSE નિફ્ટી 2.70 પોઈન્ટ્સ અથવા 0.016 ટકા વધીને 16,523.55 પર ખુલ્યો.


નિફ્ટીની ચાલ કેવી


આજે નિફ્ટીના 50માંથી 31 શેરો તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 19 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટી સપાટ ટ્રેડિંગ બતાવી રહી છે અને 4 પોઈન્ટ ઘટીને 35968ના સ્તરે છે, જે ગઈકાલના ટ્રેડિંગ લેવલની નજીક છે.


સેક્ટરલ ઈન્ડેક્સનું ચિત્ર શું છે


ફાઇનાન્શિયલ સર્વિસિસ, આઇટી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ અને ગેસ સેક્ટરમાં ઘટાડાનાં લાલ નિશાન સાથે કારોબાર થઇ રહ્યો છે. આજે મીડિયા શેરોમાં સૌથી વધુ 1.21 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઓટો, રિયલ્ટી અને પ્રાઈવેટ બેંક સેક્ટરના શેરોમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.


આજના વધનાપા સ્ટોક


ઇન્ડસઇન્ડ બેન્ક 4.34 ટકા, હિન્દાલ્કો 2.26 ટકા અને યુપીએલ 1.5 ટકાના ઉછાળા સાથે ચાલુ છે. ITC 1.07 ટકા અને અદાણી પોર્ટ્સ 0.87 ટકાના વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.


આજે ઘટનારા સ્ટોક


વિપ્રો 1.66 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.09 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. HDFC લાઇફ પણ 1.09 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. SBI લાઇફ 0.55 ટકા અને બજાજ ફાઇનાન્સ 0.47 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.


પ્રી-ઓપનિંગમાં બજાર


આજના પ્રી-ઓપનિંગ માર્કેટમાં નિફ્ટી અને સેન્સેક્સ મિશ્ર સંકેતો સાથે કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટી 51.30 પોઈન્ટ અથવા 0.30 ટકાના ઘટાડા બાદ 16469.50 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ સેન્સેક્સ 58.35 અંકોના વધારા સાથે 55455.88 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.