Stock Market Today: શેરબજારમાં આજે શાનદાર તેજી સાથે શરૂઆત થઈ છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં તેજી આવી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે અડધા ટકાથી વધુના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજે ટ્રેડિંગની શરૂઆતમાં BSE સેન્સેક્સ 299.76 પોઈન્ટ્સ અથવા 0.58 ટકાના વધારા સાથે 51,897.60 પર ખુલ્યો હતો અને NSEનો નિફ્ટી 105.80 પોઈન્ટ્સ અથવા 0.69 ટકાના વધારા સાથે 15,455.95 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ શરૂઆતની મિનિટમાં જ 51900ને પાર કરી ગયો છે.


નિફ્ટીની શરૂઆત કેવી રીતે થઈ?


આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 49 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર HUL સ્ટોક 0.09 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેંક નિફ્ટીમાં પણ આજના કારોબારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 191.95 અંક એટલે કે 0.59 ટકાના વધારાની સાથે 32876 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.


આજના કારોબારમાં ચોતરફ ખરીદી છે. નિફ્ટી પર, બેન્ક અને ફાઇનાન્સિયલ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ અને ઓટો ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઉપર છે. મેટલ અને રિયલ્ટી 1.5 ટકાની નજીક છે, જ્યારે IT ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઉપર છે.


અન્ય મુખ્ય ઇન્ડેક્સમાં પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. હાલમાં સેન્સેક્સમાં 369 પોઈન્ટની તેજી છે અને તે 51967ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 113 અંકોની મજબૂતી સાથે 15463 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી છે. સેન્સેક્સ 30ના 28 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં TITAN, TATASTEEL, DRREDDY, INFY, NTPC, SBIN અને M&Mનો સમાવેશ થાય છે.


વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડમાં ફરી વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 116 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે યુએસ ક્રૂડ પ્રતિ બેરલ 112 ડોલર છે. યુએસમાં 10-વર્ષના બોન્ડની યીલ્ડ 3.30 ટકા છે.