Stock Market Today: સારા વૈશ્વિક સંકેતોની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે અને એશિયન બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ તેજીની ચાલ જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી સારા ઉછાળા સાથે ખુલ્યા છે અને સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 55800ની ઉપર અને નિફ્ટી 16650ની ઉપરના સ્તરે છે.


કેવી રીતે ખુલ્લું બજાર


આજે ઓપનિંગમાં જ સેન્સેક્સ 55800ને પાર કરી ગયો છે. આજના ટ્રેડિંગની શરૂઆતના સમયે BSE સેન્સેક્સ 118.89 પોઈન્ટ્સ અથવા 0.21 ટકાના વધારા સાથે 55,800.84 પર ખુલ્યો હતો અને NSE નિફ્ટી 56.00 પોઈન્ટ્સ અથવા 0.34 ટકા વધીને 16,661.25 પર ખુલવામાં સફળ રહ્યો છે.


પ્રી-ઓપનિંગમાં શેરબજારની ચાલ કેવી રહી


આજે બજારના પ્રી-ઓપનિંગમાં તે 102.52 પોઈન્ટ વધીને 55784.74 પર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટી 45.30 પોઈન્ટ એટલે કે 16650.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


એશિયન બજારોમાં તેજી યથાવત


આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ ગુરુવારની તેજી બાદ સ્ટોક ફ્યુચર્સમાં નબળાઈ જોવા મળી હતી. ગુરુવારે અમેરિકી બજારો મજબૂત બંધ થયા છે. નાસ્ડેક 1.36 ટકા વધીને 12,059.61 પર બંધ રહ્યો હતો. ટેસ્લાના ત્રિમાસિક પરિણામો શાનદાર હતા, જેને પગલે સ્ટોકમાં સારી તેજી જોવા મળી હતી.જેના કારણે ઇન્ડેક્સને વેગ મળ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યો અને 3,998.95 પર બંધ થયો. જ્યારે ડાઉ જોન્સ 162 પોઈન્ટ અથવા 0.51 ટકા વધીને 32,036.90 પર બંધ થયો હતો. ત્રણેય ઇન્ડેક્સ આ સપ્તાહમાં નોંધપાત્ર તેજી દર્શાવી છે.


બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડા બાદ નજીવો વધારો જોવા મળ્યો છે. ક્રૂડ 105 ડોલર પ્રતિ બેરલ પર છે. જ્યારે યુએસ ક્રૂડ 98 ડોલર પ્રતિ બેરલ પર છે. યુએસમાં 10-વર્ષની બોન્ડ યીલ્ડ 2.899 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટીમાં 0.22 ટકા અને નિક્કી 225માં 0.24 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.81 ટકા અને હેંગસેંગ 0.79 ટકા વધ્યા હતા. તાઈવાન વેઈટેડ 0.07 ટકા ઉપર છે, જ્યારે કોસ્પીમાં 0.45 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.28 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.