Stock Market Today: વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેત મળતા આજે ભારતીય બજારમાં પણ તેજી સાથે શરૂઆત થઈ છે. સપ્તાહના પ્રથમ દિવસે જ બજારમાં રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે 26મી જાન્યુઆરીની રજા હોઈ એક્સપાઈરી બુધવારે થવાને કારણે આ સપ્તાહ કુલ ચાર દિવસ જ બજારમાં કામકાજ થશે. 

આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 60621.77ની સામે 254.24 પોઈન્ટ વધીને 60876.01 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 18027.65ની સામે 90.80 પોઈન્ટ વધીને 18118.45 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 42506.8ની સામે  384.65  પોઈન્ટ વધીને 42891.45 પર ખુલ્યો હતો.

હાલમાં સેન્સેક્સ 288.18 પોઈન્ટ અથવા 0.48% વધીને 60909.95 પર હતો અને નિફ્ટી 78.80 પોઈન્ટ અથવા 0.44% વધીને 18106.50 પર હતો. લગભગ 1620 શેર વધ્યા છે, 616 શેર ઘટ્યા છે અને 143 શેર યથાવત છે.

આજના કારોબારમાં બેંક શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેન્કિંગ ઇન્ડેક્સ 1 ટકા વધ્યો છે. ઓટો, ફાઇનાન્શિયલ અને મેટલ ઇન્ડેક્સ પણ અડધા ટકા સુધી મજબૂત થયા છે. આઈટી અને ફાર્મા પણ લીલા નિશાનમાં છે જ્યારે રિયલ્ટી ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે.

ટાટા મોટર્સ, ICICI બેન્ક, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, SBI લાઈફ ઈન્સ્યોરન્સ અને કોટક મહિન્દ્રા બેન્ક નિફ્ટીમાં ટોચના વધનારા સ્ટોક હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ અને આઈટીસી ઘટ્યા હતા.

  માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં)
ગઈકાલની બંધ રકમ 28035289
આજની રકમ 28140220
તફાવત 104931

 

ઈન્ડેક્સનું નામ છેલ્લો ભાવ ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર (%) ફેરફાર
NIFTY Midcap 100 31,106.00 31,163.35 31,092.80 0.00 6.20
NIFTY Smallcap 100 9,582.50 9,611.80 9,582.30 0.14% 13.4
NIfty smallcap 50 4,298.10 4,312.65 4,298.00 0.22% 9.45
Nifty 100 18,236.00 18,255.00 18,210.05 0.37% 66.55
Nifty 200 9,528.40 9,538.30 9,516.35 0.32% 30.6
Nifty 50 18,095.60 18,118.80 18,067.35 0.38% 67.95
Nifty 50 USD 7,699.34 7,699.34 7,699.34 -0.16% -12.39
Nifty 50 Value 20 9,334.05 9,349.25 9,322.80 0.37% 34.15
Nifty 500 15,393.40 15,411.70 15,378.35 0.30% 45.5
Nifty Midcap 150 11,748.35 11,770.35 11,747.60 -0.01% -0.6
Nifty Midcap 50 8,711.85 8,725.80 8,704.75 0.28% 24.7
Nifty Next 50 41,948.60 42,006.15 41,931.30 0.21% 87.15
Nifty Smallcap 250 9,359.50 9,384.75 9,359.40 0.16% 14.55

યુએસ બજારો

સતત ત્રણ દિવસના ઘટાડા પછી યુએસ માર્કેટ શુક્રવારે પાછું ફર્યું. ડાઉ જોન્સ અને S&P લગભગ 3 દિવસ પછી લીલા નિશાન પર બંધ થયા, જ્યારે Nasdaq પણ 2% વધ્યો. છટણીના નિર્ણય અને ત્રિમાસિક પરિણામો પછી નેટફ્લિક્સ અને આલ્ફાબેટના સ્ટોકમાં ધારો થયો છે. ચોથા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા પછી Netflixના શેરમાં વધારો થયો.

યુરોપિયન બજારો વિશે વાત કરીએ તો, તેઓ પણ શુક્રવારે લાભ સાથે બંધ થયા હતા. જો કે, રોકાણકારો સાવચેત રહ્યા કારણ કે તેઓ કોર્પોરેટ પરિણામો અને સેન્ટ્રલ બેંકના નિર્ણયની રાહ જોતા હતા. ચીનમાં કોવિડ પ્રતિબંધો હળવા થવાને કારણે બજારને થોડો ટેકો મળ્યો છે. ચાઇના, હોંગકોંગ, સિંગાપોર અને કોરિયાના બજારો આજે ચાઇનામાં ચંદ્ર નવા વર્ષને કારણે બંધ છે.

SGX નિફ્ટીમાં વલણો 83 પોઈન્ટના વધારા સાથે ભારતમાં વ્યાપક ઈન્ડેક્સ માટે હકારાત્મક શરૂઆત સૂચવે છે. સિંગાપોર એક્સચેન્જમાં નિફ્ટી ફ્યુચર્સ 18,128ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

બીજી બાજુ ક્રૂડ તેલની કિંમતોમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. જો કે, ચીનમાં આર્થિક રિકવરીના સંકેતો અને માંગમાં તેજીની આશાએ ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રાખ્યા હતા. આજે બ્રેન્ટ ફ્યુચર્સની કિંમત 0.5% ની નબળાઈ સાથે બેરલ દીઠ $87 ની નજીક છે. જ્યારે WTI ફ્યુચર્સની કિંમત 0.5% ની નબળાઈ સાથે બેરલ દીઠ $81 ની નજીક છે. 20 જાન્યુઆરીએ બ્રેન્ટ 1.71% વધ્યો છે.

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 2,002.25 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા મુજબ 20 જાન્યુઆરીએ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) નેટ રૂ. 1,509.95 કરોડના શેર ખરીદ્યા હતા.