Stock Market Today: શેરબજારમાં આજે સારી શરૂઆત થઈ છે અને બજાર લીલા રંગમાં તેજી સાથે ખુલવામાં સફળ રહ્યું છે. શેરબજારની મુવમેન્ટ તેજી રહી છે અને બજારમાં સારી ખરીદી જોવા મળી રહી છે. આજે બજારની શરૂઆતની વાત કરીએ તો સેન્સેક્સ 230 પોઈન્ટના ઉછાળા સાથે ખુલવામાં સફળ રહ્યો છે.


મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં ખરીદી જોવા મળી રહી છે. આજના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો મજબૂત થયા છે; સેન્સેક્સમાં 250થી વધુ પોઈન્ટનો વધારો થયો છે તો નિફ્ટી પણ 17700ની નજીક પહોંચી ગયો છે. આજના કારોબારમાં સર્વાંગી તેજી છે. બેન્કો અને ફાઇનાન્શિયલ ઉપરાંત આઇટી અને મેટલ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બેન્ક અને નાણાકીય સૂચકાંકો નિફ્ટી પર અડધા ટકા વધ્યા છે. બીજી તરફ IT અને મેટલ ઇન્ડેક્સમાં લગભગ 0.70 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ મજબૂત થયા છે.


સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેરો ઉપર અને 2 શેર ડાઉન છે. નિફ્ટીના 50 શેરોમાંથી 43 શેરો ઉપર અને 7 શેર ડાઉન છે.


હાલમાં સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 59,345.94 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 81 અંક વધીને 17686ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી છે; સેન્સેક્સ 30ના 29 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં BHARTIARTL, TATASTEEL, TITAN, SBIN, WIPRO, NTPC, DRREDY નો સમાવેશ થાય છે.





આજના વધનારા સ્ટોક


IndusInd, Maruti, HUL, Bajaj Finserv, Tata Steel, SBI, Axis, Kotak Mahindra Bank, Titan, Reliance Industries, NTPC, ICICI બેંક, Bajaj Finance, HDFC બેંક, ભારતી એરટેલ, Dr Reddy's Labs, UltraTech Cement, ITCમાં આજે તેજી જોવા મળી રહી છે. વિપ્રો, HDFC, M&M, LANT, Infosys, PowerGrid, Sun Pharma, Nestle, Asian Paints અને TCS પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. .


આજે ઘટી રહેલા સ્ટોક્સ


સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા અને એચસીએલના શેર તૂટ્યા છે, જ્યારે સિપ્લા, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક, હીરો મોટોકોર્પ અને ટેક મહિન્દ્રા નિફ્ટીમાં તૂટ્યા છે.