Stock Market Today: વૈશ્વિક બજારમાં મંદીની ચાલ જોવા મળતા આજે ભારતીય બજાર પર પણ તેની અસર જોવા મળી રહી છે. આવતીકાલે રજા હોવાને કારણે આજે જ બજારમાં વિકલી એક્સપાયરી હશે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60978.75ની સામે 144.02 પોઈન્ટ ઘટીને 60834.73 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18118.3ની સામે 24.95 પોઈન્ટ ઘટીને 18093.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42733.45ની સામે 29.85 પોઈન્ટ ઘટીને 42703.6 પર ખુલ્યો હતો.

હાલમાં સેન્સેક્સ 129.91 પોઈન્ટ અથવા 0.21% ઘટીને 60,848.84 પર અને નિફ્ટી 46 પોઈન્ટ અથવા 0.25% ઘટીને 18,072.30 પર હતો. લગભગ 998 શેર વધ્યા છે, 936 શેર ઘટ્યા છે અને 109 શેર યથાવત છે.

નિફ્ટીમાં ટાટા મોટર્સ, સિપ્લા, બજાજ ઓટો, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને મારુતિ સુઝુકી ટોચના વધનારા સ્ટોક હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ, એચસીએલ ટેક્નોલોજીસ, અદાણી પોર્ટ્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને ઇન્ડસઇન્ડ બેન્ક ઘટ્યા હતા.

  માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં)
ગઈકાલની બંધ રકમ 28039922
આજની રકમ 27981212
તફાવત -58710

 

ઈન્ડેક્સનું નામ છેલ્લો ભાવ ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર (%) ફેરફાર
NIFTY Midcap 100 31,022.00 31,117.60 31,008.45 -0.42% -129.85
NIFTY Smallcap 100 9,499.35 9,532.85 9,495.25 -0.33% -31.75
NIfty smallcap 50 4,287.15 4,303.90 4,285.25 -0.36% -15.45
Nifty 100 18,174.60 18,219.90 18,171.25 -0.39% -70.75
Nifty 200 9,497.00 9,521.30 9,495.35 -0.39% -37.45
Nifty 50 18,060.20 18,100.60 18,057.10 -0.32% -58.1
Nifty 50 USD 7,682.79 7,682.79 7,682.79 0.00% 0
Nifty 50 Value 20 9,373.25 9,380.40 9,363.20 -0.19% -17.5
Nifty 500 15,331.75 15,368.70 15,328.50 -0.37% -56.8
Nifty Midcap 150 11,688.65 11,718.15 11,683.90 -0.35% -41.25
Nifty Midcap 50 8,697.60 8,724.35 8,694.05 -0.41% -35.85
Nifty Next 50 41,510.90 41,696.30 41,499.55 -0.74% -309.75
Nifty Smallcap 250 9,273.90 9,300.45 9,270.10 -0.22% -20.55

યુએસ બજારો

S&P 500 મંગળવારના રોજ સત્રના અંતે નજીવી મંદી સાથે બંધ રહ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 104.4 પોઈન્ટ અથવા 0.31 ટકા વધીને 33,733.96 પર, S&P 500 2.86 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 4,016.95 પર અને નાસ્ડેક કમ્પોઝીટ 30.14 ટકા અથવા 0.31 ટકા ઘટીને 33,733.27 પોઈન્ટ પર રહ્યો હતો. 

એશિયન બજારો

એશિયા-પેસિફિક શેર્સમાં બુધવારે મિશ્ર વેપાર જોવા મળ્યા છે. નવા વર્ષની રજાઓ માટે ચીન અને હોંગકોંગના બજારો બંધ રહ્યા હતા. દક્ષિણ કોરિયામાં, કોસ્પી 1.3 ટકા ચઢ્યો હતો, જ્યારે કોસ્ડેક તેના વેપારના પ્રથમ કલાકમાં 1.16 ટકા ચઢ્યો હતો. જાપાનનો નિક્કી 225 0.22 ટકા અને ટોપિક્સ 0.06 ટકા તૂટ્યો. ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200માં 0.43 ટકાનો ઘટાડો થયો છે કારણ કે રોકાણકારો દેશના ફુગાવાના રીડિંગના પ્રકાશનની રાહ જોઈ રહ્યા છે.

SGX નિફ્ટી ટ્રેન્ડ બુધવારે 29 પોઈન્ટના ઘટાડા સાથે ભારતમાં વ્યાપક ઈન્ડેક્સ માટે નકારાત્મક ઓપનિંગ સૂચવે છે. સિંગાપોર એક્સચેન્જમાં નિફ્ટી ફ્યુચર્સ 18,105ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

વિદેશી અને સ્થાનીક સંસ્થાઓનું રોકાણ

મંગળવારે, વિદેશી રોકાણકારોએ રોકડ બજારમાં કુલ રૂ. 761 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. 1,115 કરોડના શેર ખરીદ્યા હતા. વિદેશી રોકાણકારોએ આ મહિનામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 20,860 કરોડનું વેચાણ કર્યું છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ મહિનામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 17,762 કરોડની ખરીદી કરી છે. 

ક્રૂડ અને સોનાની ચાલ

વૈશ્વિક મંદીની ચિંતાને કારણે ક્રૂડ ઓઇલમાં ઘટાડો થયો છે. કિંમત $2 ઘટીને $86 ની નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ સોનાની ચમક સતત વધી રહી છે. કોમેક્સ પર કિંમત $1935ને વટાવી ગઈ છે. ડોલરમાં નબળાઈને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ 101.66ના સ્તરે ગબડી ગયો. ડૉલર સતત 10મા દિવસે 102ની નીચે રહ્યો છે. ફેડના વલણમાં નરમાઈની અપેક્ષાએ પણ ભાવમાં વધારો કર્યો છે. 1 ફેબ્રુઆરીના રોજ યુએસ 0.25% વધવાની વધુ અપેક્ષા છે.