Stock Market Today: વૈશ્વિક બજારોમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે જેના પગલે ભારતીય સ્ટોક માર્કેટમાં પણ  તેજી સાથે કારોબાર શરૂ થયો છે. બજારને IT, બેન્કિંગ, મેટલ શેરોના મોટા ઉછાળાથી બજારને ટેકો મળ્યો છે અને તેજી સાથે શરૂઆત થઈ છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજે સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ 740.91 પોઈન્ટ અથવા 1.41 ટકાના વધારા સાથે 53,468.89 પર ખુલ્યો હતો અને એનએસઈ નિફ્ટી 226.95 પોઈન્ટ અથવા 1.45 ટકાના વધારા સાથે 15,926.20 પર ખુલવામાં સફળ રહ્યો હતો.


નિફ્ટીની ચાલ


આજની જબરદસ્ત તેજીમાં નિફ્ટીના તમામ 50 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 413 અંક એટલે કે 1.23 ટકાના ઉછાળા સાથે 34,041 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.


સેક્ટોરલ ઇન્ડેક્સ


આજના કારોબારમાં નિફ્ટીના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ તેજીમાં છે. આઈટી શેરોમાં 2.80 ટકા અને મીડિયા શેરોમાં 1.5 ટકાનો ઉછાળો આવ્યો છે. મેટલ શેરોમાં 1.47 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક 1.31 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસના શેર 1.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા છે.


આજના વધનારા સ્ટોક


આજના કારોબારમાં નિફ્ટીના શેરમાં ખૂબ જ તેજી રહી છે. ટેક મહિન્દ્રા 4.02 ટકા અને એચસીએલ ટેક 3.68 ટકા ઉપર છે. વિપ્રો 2.57 ટકા અને ઇન્ફોસીસ 2.55 ટકાના ઉછાળા સાથે વેપાર દર્શાવે છે. JSW સ્ટીલ 2.50 ટકા સુધર્યો છે.


આજે ઘટનારા સ્ટોક


આજે Apollo Hospitals 0.19 ટકા અને આઇશર મોટર્સ 0.09 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.


હેવીવેઇટ શેરોમાં ખરીદી


સેન્સેક્સ 30ના તમામ 30 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં HCL, TECHM, Wipro, Infosys, LT, BAJFINANCE, SUNPHARMA અને TCSનો સમાવેશ થાય છે.