Stock Market Today: શેરબજારમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે મંગળવારથી શેરબજારની શુભ શરૂઆત છે. અમેરિકી બજારોમાં ગઈકાલના ઉછાળાની અસર સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે ટ્રેડિંગ સેશનની શરૂઆત વૃદ્ધિના લીલા નિશાન સાથે થઈ છે. એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 1 ટકાના ઉછાળા સાથે 17,121 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. BSE 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 486.35 પોઈન્ટ અથવા 0.86 ટકાના વધારા સાથે 57,066.24 પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટીની ચાલ
આજે, નિફ્ટીના 50માંથી 49 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને નિફ્ટીમાં મોટાભાગના સ્ટોક તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. એક માત્ર હિન્દાલ્કોનો શેર 0.55 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 474 પોઈન્ટ અથવા 1.32 ટકાના ઉછાળા સાથે 36,557 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
ઓટો ઈન્ડેક્સમાં જોરદાર ઉછાળો
આજે ઓટો ઈન્ડેક્સમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ઓટો ઈન્ડેક્સ બે મહિનાની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. આજે, બજાજ ઓટો 2.85 ટકાના વધારા સાથે નિફ્ટીના ચડતા શેરોની ટોચ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે આઈટી શેરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને આઈસીઆઈસીઆઈ બેન્ક પણ બેન્કિંગ શેરોમાં જોરદાર વૃદ્ધિ દર્શાવે છે.
પ્રી-ઓપનમાં બજારની ગતિ
આજે પ્રી-ઓપનિંગ ટ્રેડમાં શેરબજારની મુવમેન્ટ સારી ગતિ સાથે જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 486.35 પોઈન્ટ અથવા 0.86 ટકાના વધારા સાથે 57,066.24 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ NSEનો નિફ્ટી 167.35 પોઈન્ટ અથવા 0.99 ટકાના વધારા સાથે 17,121.30 પર ટ્રેડ કરી રહ્યો છે.