Stock Market Today: વૈશ્વિક બજારમાં મંદીના ડરની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી છે. આજે વૈશ્વિક બજાર પાછળ ભારતીય સ્ટોક માર્કેટમાં ઘટાડા સાથે શરૂઆત થઈ છે.


સેન્સેક્સ 564.77 પોઈન્ટ્સ અથવા 0.97% ઘટીને 57534.15 પર ખુલ્યો હતો અને નિફ્ટી 172.30 પોઈન્ટ્સ અથવા 0.99% ઘટીને 17155 પર ખુલ્યો હતો. લગભગ 668 શેર્સમાં તેજી છે, જ્યારે 1622 શેર્સ ઘટ્યા છે, અને 153 શેર્સમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.


આજના વધનારા સ્ટોક


આજે સેન્સેક્સના વધાનારા સ્ટોકમાં HUL, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, નેસ્લે અને ભારતી એરટેલના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. HUL 1.41 ટકા અને બજાજ ફિનસર્વ 0.70 ટકા ઉપર છે.


આજના ઘટનારા સ્ટોક


આજે સેન્સેક્સના ઘટતા શેરો પર નજર કરીએ તો, સન ફાર્મા, એચસીએલ ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો રેડ્ડીઝ લેબ્સ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એસબીઆઈ, એચડીએફસી બેંક, L&T , Titan, SBI, Axis Bank, NTPC, Wipro, IndusInd Bank, Maruti Suzuki, Tata Steel, M&M અને PowerGridમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


વૈશ્વિક બજારમાં કડાકો


વૈશ્વિક મંદીના ડરને કારણે કરન્સી અને ઇક્વિટી માર્કેટમાં ડર યથાવત છે. જાપાન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયાના બજારોના વાયદામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાન અને કોરિયાના બજારો લગભગ 2% ના ઘટાડા સાથે ખુલ્લા છે. શુક્રવારે, DOW, S&P 500 માં લગભગ 2% નો ઘટાડો જોવા મળ્યો હતો. કન્ઝ્યુમર, એનર્જીને સૌથી વધુ ફટકો પડ્યો, ITમાં પણ વેચવાલી જોવા મળી છે.


યુ.એસ.માં, લગભગ 78% શેર શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા, જ્યારે 73% શેર 200 DMA થી નીચે સરકી ગયા. મંદીના ભયને કારણે ક્રૂડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ $86ની નજીક પહોંચી ગયું છે. મંદીના કારણે માંગ ઘટવાની આશંકાથી ક્રૂડમાં ઘટાડો થયો છે. ડૉલરની મજબૂતીથી પણ કિંમતો પર દબાણ આવ્યું છે. ડૉલર ઇન્ડેક્સ 114 ની નજીક છે. દરમિયાન સોનું પણ 2.5 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું છે. સોનું 1.5% ઘટીને 1645 ડૉલર પર જોવા મળી રહ્યું છે.


દરમિયાન આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી 143.00 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, નિક્કી 1.97 ટકાના ઘટાડા સાથે 26,619.53 ની આસપાસ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સ્ટ્રેટ ટાઇમ્સ 0.76 ટકાની નબળાઈ દર્શાવે છે. તાઈવાનનું બજાર 1.75 ટકા ઘટીને 13,871.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.41 ટકાના વધારાની સાથે 18,006.63 ના સ્તર પર જોવામાં આવી રહ્યો છે. તે જ સમયે, કોસ્પી 2.56 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કમ્પોઝિટ 0.33 ટકા વધીને 3,098.43ના સ્તરે જોવા મળી રહ્યો છે.