Stock Market Opening Update: ગઈકાલના સારા ટ્રેડિંગ સેશન બાદ આજે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બજારની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે. અમેરિકી બજારોમાં ગઈકાલના ઘટાડાની અસર સાથે એશિયન બજારોની નબળાઈની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. જોકે યુએસ ફ્યુચર્સ સુધર્યા છે અને ડાઉ ફ્યુચર્સ 220 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં, BSE સેન્સેક્સ (Sensex) 372.93 પોઈન્ટ્સ અથવા 0.65 ટકાના ઘટાડા પછી 56,983.68 પર ખુલ્યો હતો અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી (Nifty) 127.45 પોઈન્ટ્સ અથવા 0.74 ટકાના ઘટાડા પછી 17,073.35 પર ખુલ્યો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ
આજના સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો મીડિયા અને મેટલ સેક્ટર સિવાય બાકીના તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી શેરોમાં 1.04 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓટો શેરોમાં 0.88 ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્કિંગ શેરો લાલ નિશાનમાં છે અને નાણાકીય સેવાઓમાં પણ લગભગ એક ટકાની નબળાઈ જોવા મળી રહી છે.
કેવી રહી હતી આજના રૂપિયાની શરૂઆત?
આજના કારોબારમાં રૂપિયાની શરૂઆત પણ નબળી થઈ છે અને તે 9 પૈસાના ઘટાડા સાથે ખુલ્યો છે. આજે ડૉલરના મુકાબલે રૂપિયો 76.67 પર ખુલ્યો છે, જ્યારે ગત સાંજે રૂપિયો 76.58 પર બંધ થયો હતો.
માત્ર એનટીપીસીના શેર જ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે, બીએસઈ સેન્સેક્સના 30 શેરોના બાકીના 29 શેરો નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ઇન્ડેક્સમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, M&M, ઇન્ફોસિસ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T), મારુતિ સુઝુકી ટોચના ઘટનારા સ્ટોક્સ છે.